બજાર » સમાચાર » આઈપીઓ

આજથી ખુલશે ભારત ડાયનામિક્સનો આઈપીઓ

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 10:46  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકારી મિની રત્ન કંપની ભારત ડાયનામિક્સ પણ હવે પ્રાઇમરી માર્કેટમાં ઉતરી રહી છે. તેનો આઈપીઓ આજથી 15 માર્ચ સુધી ખુલો રહેશે. અને તેના પ્રાઇઝ બેન્ડ 413 થી 428 રૂપિયાનું વલણ રાખવામાં આવ્યું છે. તેની લૉટ સાઇઝ 35 શેરોની છે એટલે કે આ આઈપીઓમાં ન્યૂનતમ 14980 રૂપિયા લગાવાના રેહેશે.

રક્ષા ઉપકરણ બનાવાવાળી આ કંપની આઈપીઓના દ્વારા 960 કરોડ રૂપિયા એકઠા કરવા ઈચ્છે છે. કંપની મિસાઇલ, લૉન્ચર્સ, બીજા રક્ષા ઉપકરણ બનાવે છે. હાલમાં હૈદરાબાદ, ભાંતી અને વિશાખાપટ્ટનમમાં કંપનીનો પ્લાંટ છે. કંપની જલ્દી જ હૈદરાબાદની નજદીક ઈબ્રાહિમપટ્ટનમ અને અમરાવતીમાં 2 વધુ પ્લાંટ લગાવાની યોજના છે.

આ આઈપીઓમાં ઑફર ફૉર સેલના દ્વારા સરકાર 12.25 ટકા ભાગીદારી વેચશે. વધતી માંગ જોતા કંપની 2 નવા પ્લાંટ લગાવા જઈ રહી છે જેના પર 600 કરોડ રૂપિયાનો ખર્ચો આવશે. માર્ચ 2017 ના અંત સુધી કંપનીના નેટવર્થ 2212.46 કરોડ રૂપિયો હતો.