બજાર » સમાચાર » આઈપીઓ

કેપસિટી ઈન્ફ્રા પ્રોજેક્ટ્સનો આઈપીઓ ખુલ્યો

ના રોજ પ્રકાશિત Wed, 13, 2017 પર 10:38  |  સ્ત્રોત : CNBC-Bajar

કેપસિટી ઈન્ફ્રા પ્રોજેક્ટ્સનો આઈપીઓ ખુલી ગયો છે. આ ઈશ્યૂ 15 સપ્ટેમ્બર સુધી ખુલો રહેશે. કેપેસિટી ઈન્ફ્રા પ્રોજેક્ટ્સના આઈપીઓના પ્રાઇઝ બેન્ડ 245-250 રૂપિયા રાખવામાં આવ્યા છે. આઈપીઓના દ્વારા કંપનીને 400 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના છે. કેપેસિટી ઈન્ફ્રા પ્રોજેક્ટસના આઈપીઓની લૉટ સાઇઝ 60 શેરોની હશે.

કેપેસિટી ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ રેજિડેંશિયલ અને કમર્શિયલ બિલ્ડિંગ બનાવાનું કારોબાર કરે છે. કંપની રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે કામ કરે છે. કેપેસિટી ઈન્ફ્રા પ્રોજેક્ટ્સના ગ્રાહકોમાં લોઢા ગ્રુપ, રૂસ્તમજી અને ગોદરેજ પ્રૉપર્ટીઝ શામિલ છે. સાથે જ પ્રેસ્ટીજ એસ્ટેટ્સ અને ઓબેરૉય કંસ્ટ્રક્શન પણ કંપનીના ગ્રાહક છે.