બજાર » સમાચાર » આઈપીઓ

દિનેશ ઈન્જીનિયર્સનો આઈપીઓ ખુલ્યો

ના રોજ પ્રકાશિત Fri, 28, 2018 પર 10:29  |  સ્ત્રોત : CNBC-Bajar

આજથી દિનેશ ઈન્જીનિયર્સનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલી ગયો છે. દિનેશ ઈન્જીનિયર્સનો આઈપીઓ 3 ઓક્ટૉબરના બંધ થશે. દિનેશ ઈન્જીનિયર્સે આઈપીઓ માટે 183-185 રૂપિયા પ્રતિ શેરના પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યા છે. દિનેશ ઈન્જીનિયર્સના આઈપીઓની લૉટ સાઇઝ 80 શેરોની છે.


દિનેશ ઈન્જીનિયર્સ પૈસિવ કમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર કંપની છે. ટેલીકૉમ ઑપરેટર્સ, આઈએસપી તેના ગ્રાહક છે. કંપની કેટલાક ટેલીકૉમ ઑપરેટર્સ માટે ફાઇબર મૂકવા પર કામ કરે છે.


દિનેશ એન્જિનિયર્સના સીએમડી, દિનેશ કારગલનું કહેવુ છે કે ટેલિકોમ કંપનીઓ માટે ફાયબર નાંખવાનું કામ કરીએ છીએ. પોતાના ફાયબર નેટલર્ક પણ નાંખીએ છીએ અને તેને લીઝ પર આપીએ છીએ. ફાયબર જેવી અસેટને પણ મેનેજ કરીએ છીએ. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, કર્ણાટકમાં નેટવર્ક ડેવલપ કરીએ છીએ. કોઇપણ ટેલિકોમ કંપની એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બનાવવું જ પડે છે. ભારતમાં હજુ આ સેક્ટરમાં વધુ ગ્રોથની આશા છે.


દિનેશ કારગલનું કહેવુ છે કે ભારતના ઘણાં વિસ્તારમાં હજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું બાકી છે. રૂપિયા 420 કરોડની ઓર્ડર બૂક છે. અમારી કંપની ટેલાકોમ સાથે કામ કરે છે. કંપનીમાં રેડીમેડે પ્રોડક્ટ બનાવીને ટેલીકોમને આપે છે. કંપનીમાં ગેસ લાઇનમાં પર પર પણ કામ કરી રહી છે. કંપનીમાં પોતે નેટવર્ક બનાવીને કંપનીનો બિઝનેસને લિઝ કરીવાનું વિચારી રહ્યા છે. આ બિઝનેસ માંટે કંપનીએ આઈપીઓનું ફંડ ભેગુ કર્યું છે. અલગ અલગ રાજ્યોમાં પણ કંપનીનું નેટવર્ક વધારી રહ્યા છે.