Doms IPO: ઇટેલિયન કંપની Fila દ્વારા રોકાણ વાળા સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ્સ કંપની ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ (Doms industries) આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. ડોમેસે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI) પાસે 22 ઑગસ્ટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યો છે. કંપનીએ 1,200 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઇલ કર્યો છે. આ ઈશ્યૂના હેઠળ 350 કરોડ રૂપિયાના નવા શેર રજૂ કરવાની યોજના છે. જો કે ગુજરાતની આ કંપનીનું રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) દાખિલ કરવા પહેલા 70 કરોડ રૂપિયાના શેરના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ કરવાનું છે. જો આવું થયું તો ફ્રેશ સાઈઝ ઘટી શકે છે.
નવા શેરને રજૂ કરવા માટે એકત્ર કરેલા પૈસાનું ઉપયોગ કંપની તેના પ્રોડક્શન શ્રમતા વધારવા માટે નવા પ્લાન્ટ લગાવા અને સામાન્ય કૉરપોરેટ ઉદ્દેશ્યોમાં કરશે. ઈશ્યૂ માટે જેએમ ફાઈનાન્શિયલ, બીએનબી પારિબાસ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ મર્ચેન્ટ બેન્કર્સ છે.
ડોમ્સ વાટર કલર પેન, માર્કર્સ, હાઈલાઈટર્સ અને મેથમેટિકલ ડ્રાઈન્ગ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ વગેર બનાવે છે. તેના કારોબાર ભારતની સાથે-સાથે દુનિયાના 40 થી વધું દેશોમાં ફેલાયો છે. નાણાકીય વર્ષ 2023માં વેલ્યૂના આંકડાના હિસાબથી પેન્સિલમાં તેના માર્કેટ શેર 29 ટકા અને મેથમેટિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ બૉક્સમાં 30 ટકા છે. નાણાકીય વર્ષ 2023માં તેને વર્ષના આધાર પર 500 ટકા વધું 102.87 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ થયો હતો. રેવેન્યૂ પણ આ દરમિયાન 77.3 ટકાથી વધીને 1212 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.