બજાર » સમાચાર » આઈપીઓ

અંબર એન્ટરપ્રાઈઝિસની શાનદાર લિસ્ટિંગ

ના રોજ પ્રકાશિત Tue, 30, 2018 પર 10:16  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારમાં આજે એક વધુ શેરની લિસ્ટિંગ થઈ છે. એનએસઈ પર અબંર એન્ટરપ્રાઈઝિસના શેર 36.8 ટકા પ્રીમિયમની સાથે લિસ્ટ થયા છે. એનએસઈ પર અંબર એન્ટરપ્રાઈઝિસના શેર 1175 રૂપિયા પ્રતિ શરેના ભાવ પર લિસ્ટ થયા છે. લિસ્ટિંગ માટે અંબર એન્ટરપ્રાઈઝિસના ઈશ્યૂ પ્રાઇઝ 859 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યા હતા.

અંબર એન્ટરપ્રાઈઝિસના ઈશ્યૂ 17 થી 19 જાન્યુઆરીના દરમ્યાન ખુલ્યા હતા. ઈશ્યૂથી કંપનીના 600 કરોડ રૂપિયા એકઠા છે અને એ ઈશ્યૂ 165 ગણો ભરાયો હતો. ઈશ્યૂની ક્યૂઆઈબી હિસ્સો 174 ગણો ભરાયો હતો જ્યારે રિટેલ કટેગરી 11 ગણો ભરાયો હતો.

અંબર એન્ટરપ્રાઈઝિસ એવી અને એસીના પોર્ટ્સ બનાવે છે. રૂમ એસી કારોબારમાં અંબર એન્ટરપ્રાઈઝિસના 55.4 ટકા માર્કેટ શેર છે. પૈનાસોનિક, એલજી, હિતાચી, વોલ્ટાસ, બ્લૂ સ્ટાર, ગોદરેજ અને વ્હર્લપૂલ કંપનીના મોટા ગ્રાહકોમાં શામિલ છે.