બજાર » સમાચાર » આઈપીઓ

આઈઆરસીટીસીની શાનદાર લિસ્ટિંગ, 96% પ્રિમિયમ સાથે લિસ્ટીંગ

ના રોજ પ્રકાશિત Mon, 14, 2019 પર 10:08  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારમાં આજે એક વધુ લિસ્ટિંગ થઈ છે. બીએસઈ પર આઈઆરસીટીસીના શેર આશરે 96 ટકાના પ્રીમિયમ પર એટલે કે 626 રૂપિયા પર લિસ્ટ થયા છે. તેનો આઈપીઓ 30 સપ્ટેમ્બર થી 03 ઑક્ટોબર સુધી ખુલ્યો હતો. આઈઆરસીટીસી નો આઈપીઓ 112 ગણો ભરાયો હતો.


આઈઆરસીટીસી નો આઈપીઓના પ્રાઇઝ બેન્ડ 315-320 રૂપિયા પ્રતિ શેર હતો. સરકારની રૂપિયા 635.04-645.12 કરોડ ભેગા કરવાની યોજના છે. 1.6 લાખ શેર્સ કર્મચારીઓ માટે અનામત રખાશે. પેઈડ અપ કેપિટલના 12.6% જેટલો આઈપીઓમાં વેચશે. રિટેલ રોકાણકાર અને કર્મચારીને મળશે રૂપિયા 10 નું ડિસકાઉન્ટ છે. ઓનલાઈન ટિકિટ બૂકિંગ, ટુરિઝમ, પિવાનું પાણી અને કેટરિંગ સર્વિસની સેવાઓ આપે છે.


આઈઆરસીટીસીના સીએમડી મહેન્દ્ર પ્રતાપ માલે કહ્યુ કે આ આઈપીઓની બાદ હજુ જલ્દી કોઈ ફૉલોઑન ઇશ્યુ લાવવાની યોજના નથી. કંપની પાસે પોતાના વિસ્તાર યોજનાઓ માટે પર્યાપ્ત પૈસા છે. આઈઆરસીટીસી ઘરેલૂ ટૂરિસ્ટ ઑપરેશનના માટે બે ટ્રેન ચલાવા જઈ રહી છે જે પ્રાઇવેટ ટ્રેન હશે.

લખનઉ દિલ્હીની વચ્ચે ચાલી રહી આઈઆરસીટીસી ની પહેલી ટ્રેનને ઘણો સારો રિસ્પૉન્સ મળ્યો છે. કંપનીની બીજી પ્રાઇવેટ ટ્રેન પણ ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં શરૂ થઈ જશે. આઈઆરસીટીસીના બીજા રૂટો પર પણ ટ્રેન ચલાવાની યોજના છે.