જો તમે આઈપીઓમાં રૂપિયા લગાવવાનું વિચારી રહ્યા હોવ, તો તૈયાર થઈ જાઓ. એક અન્ય કંપનીનો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. આ કંપની દિપક કેમટેક્સ લિમિટેડ છે. કંપનીનો આઈપીઓ 29 નવેમ્બરના રોજ ઓપન થશે અને તે 1 ડિસેમ્બર સુધી સબ્સક્રિપ્શન માટે ઓપન રહેશે. દીપક કેમટેક્સનો આઈપીઓ હાલ ઓપન થયો નથી પરંતુ ગ્રે માર્કેટમાંથી પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. ગ્રે માર્કેટમાં દીપક કેમટેક્સના શેર લગભગ 15 ટકાના પ્રીમિયમ પર પહોંચી ગયા છે.
લિસ્ટિંગ પર કરાવી શકે નફો
11 ડિસેમ્બરે લિસ્ટ થશે કંપનીના શેર
દીપક કેમટેક્સના આઈપીઓમાં સબ્સક્રિપ્શન બાદ 6 ડિસેમ્બર 2023ના રોજ શેરોનું એલોટમેન્ટ ફાઈનલ થઈ શકે છે. જ્યારે કંપનીના શેર 11 ડિસેમ્બર 2023ના રોજ માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ 1 લોટ માટે અરજી કરી શકે છે. આઈપીઓના 1 લોટમાં 1,600 શેર છે.
દીપક કેમટેક્સના શેર બીએસઈ-એસએમઈ એક્સચેન્જમાં લિસ્ટ થશે. 1997માં કંપનીની શરૂઆત થઈ હતી. કંપની ફૂટ, ડ્રગ અને કોસ્મેટિક કલર્સ બનાવે છે. બેકરી, ડેજર્ટ, બેવરેઝેજ, ડેરી પ્રોડક્ટ, પેટ ફૂડ્સ, ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ, કોસ્મેટિક એન્ડ પર્સનલ કેર પ્રોડક્ટમાં કંપનીના કલર્સનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત, કંપની સોલ્ટ-ફ્રી ડાઈ પણ બનાવે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)