બજાર » સમાચાર » આઈપીઓ

આજથી ખુલ્યો નિયોજેન કેમિકલ્સનો આઈપીઓ

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 13:25  |  સ્ત્રોત : CNBC-Bajar

નિયોજેન કેમિકલ્સનો આઈપીઓ આજથી 26 એપ્રિલ સુધી ખુલ્લો રહેવાનો છે તો ત્યારે નિયોજન કેમિકલ્સના જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર ડૉ. હરિન કાનાણીએ આઈપીઓને લઇને વાતચીત કરી હતી જેમાં તેમણે મહાપે ઓર્ગેનિક અને ઈનઓર્ગેનિક પ્લાન્ટ વિશે માહિતી આપી હતી. સાથે જ કહ્યું હતું કે કંપનીનો વડોદરામાં 85,400 લિટર કેપેસિટીનો ઓર્ગેનિક પ્લાન્ટ છે.

કેમિકલ પ્લાન્ટ બનાવવાની કેપસિટી 1 લાખ 30 હજાર લિટર થઈ ગઈ છે. દહેજમાં ગ્રીનફિલ્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવાની યોજના છે. મહાપેના પ્લાન્ટમાં અમે 1.2 મી.લીનું પ્રોડક્શન વધારવાના છે.