બજાર » સમાચાર » આઈપીઓ

આજથી ખુલ્યો SBI કાર્ડ્સનો આઈપીઓ

SBI કાર્ડ્સ અને પેમેન્ટ સર્વિસનો IPO આજે એટલે કે 2 માર્ચે ખુલી ગયો છે અને 5 માર્ચે બંધ થશે.
ના રોજ પ્રકાશિત Mon, 02, 2020 પર 12:14  |  સ્ત્રોત : CNBC-Bajar

SBI કાર્ડ્સ અને પેમેન્ટ સર્વિસ (SBI Cards and Payment) નો IPO આજે એટલે કે 2 માર્ચે ખુલી ગયો છે અને 5 માર્ચે બંધ થશે. IPO દ્વારા કંપની 10,000 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે. તેની પ્રાઇસ બેન્ડ 750-755 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેના શેર્સ 16 માર્ચના લિસ્ટ થવાના છે.

આઈપીઓ રજૂ કરતા પહેલા, 74 એકર રોકાણકારોએ એસબીઆઈ કાર્ડ્સ દ્વારા 2769 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. તેમાં સિંગાપોર સરકાર, મૉનેટરી ઑથોરિટી ઑફ સિંગાપુર, HDFC મ્યુચ્યુઅલ ફંડ, ગર્વમેન્ટ પેંશન ફંડ ગ્લોબલ અને બિરલા મ્યુચ્યુઅલ ફંડ હાઉસનો સમાવેશ થાય છે.

SBI કાર્ડ્સમાં SBI ની ભાગીદારી 74 ટકા અને કાર્લાઇલની પાસે 26 ટકા ભાગીદારી છે. કાર્લાઇલે આ હિસ્સો GE પાસેથી 2017 માં ખરીદ્યો હતો. IPO દ્વારા એસબીઆઈ 4 ટકા ભાગીદારી અને કાર્લાઈલ 10 ટકા ભાગીદારી વેચશે.


એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ, હરદયાલ પ્રસાદનું કહેવું છે કે અમારી કંપની 1998માં સેટએપ થઇ હતી. કંપનીને 21 વર્ષ થયા છે. 2017 સુધીમાં સૌથી મોટી ક્રેડિટ કાર્ડ કંપની બની ગઇ હતી. અમારી કંપનીનું 18 ટકાનો શૅર છે. પહેલા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી શકતા હતા. હવે ડેબિટ કાર્ડથી બધા પ્રકારના બેન્કિંગ ટ્રાન્ઝેકશન કરી શકાય છે.