બજાર » સમાચાર » આઈપીઓ

આજથી ખુલ્યો એમએએસ ફાઈનાન્શિયલનો આઈપીઓ

ના રોજ પ્રકાશિત Fri, 06, 2017 પર 13:12  |  સ્ત્રોત : CNBC-Bajar

એમએએસ ફાઈનાન્શિયલનો આઈપીઓ ઈશ્યૂ આજથી 10 ઑક્ટોબર સુધી ખુલી ગયો છે. આ આઈપીઓના પ્રાઇસ બેન્ડ 456-459 રૂપિયા રાખવામાં આવ્યા છે. આઈપીઓની લૉટ સાઇઝ 32 શેરની છે એટલે કે આ આઈપીઓમાં તમને ન્યૂનતમ 14688 રૂપિયા લગાડવા પડશે. આ ઈશ્યૂમાં 233 કરોડના નવા શેર રજુ કરવામાં આવશે અને ઑફર ફૉર 227 કરોડના શેરો માટે હશે. આ આઈપીઓના દ્વારા કંપનીની 460 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના છે.

એમએએસ ફાઈનાન્શિયલનો 6 રાજ્યોમાં કારોબાર છે. કંપની એસએમઈ, 2-વ્હીલર લોન, કમર્શિયલ વ્હીકલ લોન અને હોમ લોનના કારોબારમાં છે.