બજાર » સમાચાર » આઈપીઓ

સ્પંદના સ્ફુર્તી ફાઇનાન્શિયલની નબળી લિસ્ટિંગ

ના રોજ પ્રકાશિત Mon, 19, 2019 પર 10:00  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારમાં આજે એક વધુ શેરની લિસ્ટિંગ થઈ છે. માઇક્રો ફાઇનાન્સ કંપની સ્પંદના સ્ફુર્તી ફાઇનાન્શિયલની લિસ્ટિંગ નબળી રહી છે. એનએસઈ પર સ્પંદના સ્ફુર્તી ફાઇનાન્શિયલના શેર 3.6 ટકા ડિસ્કાઉન્ટની સાથે રૂપિયા 825 પર લિસ્ટ થયા છે. એનએસઈ પર સ્પંદના સ્ફુર્તી ફાઇનાન્શિયલના શેર રૂપિયા 825 પ્રતિ શેરના ભાવ પર લિસ્ટ થયા છે. લિસ્ટિંગ માટે એલએન્ડટી ટેકના ઈશ્યુ પ્રાઇઝ 856 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યા હતા. 856 રૂપિયાના ઈશ્યૂ પ્રાઇઝ પર કંપનીએ 1200 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. આ આઈપીઓ પૂરો ભરાયો હતો. લિસ્ટિંગની બાદ એનએસઈ પર સ્પંદના સ્ફુર્તી ફાઇનાન્શિયલના શેર 834.50 રૂપિયા સુધી પહોંચવામાં કામયાબ થયા છે.

સ્પંદના સ્ફુર્તી ફાઇનાન્શિયલ દેશની સૌથી ચોથી મોટી માઇક્રો ફાઈનાન્સ કંપની છે. કંપનીની નાણાકીય વર્ષ 19 માં એયુએમ 4437 કરોડ રૂપિયા રહ્યો છે. આ સમય કંપનીના નજીક 24.6 લાખ ગ્રાહક છે. કંપનીના 16 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં કારોબાર ચાલે છે.