બજાર » સમાચાર » આઈપીઓ

ROUTE MOBILE ની શાનદાર એન્ટ્રી, થઈ બંપર લિસ્ટિંગ

ROUTE MOBILE ના શેર 102 ટકા પ્રીમિયમની સાથે 708 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટ થયા છે.
ના રોજ પ્રકાશિત Mon, 21, 2020 પર 11:25  |  સ્ત્રોત : Moneycontrol.com

ROUTE MOBILE ની બંપર લિસ્ટિંગ થઈ છે. ROUTE MOBILE ના શેર 102 ટકા પ્રીમિયમની સાથે 708 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટ થયો છે. રૂટ મોબાઈલ (ROUTE MOBILE) નો આઈપીઓ 9 સપ્ટેમ્બરથી ખુલીને 11 સપ્ટેમ્બરના બંધ થયો હતો. કંપની આ આઈપીઓ ઈશ્યૂથી 600 કરોડ રૂપિયા એકઠા કરશે. આ ઈશ્યૂના દ્વારા કંપનીના પ્રોમોટર પોતાના 360 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. આ ઈશ્યૂના પ્રાઈઝ બેન્ડ આ 345-350 રૂપિયા હતા. કંપનીનો IPO અંતિમ દિવસ સુધી 74.13 ગણો સબ્સક્રાઈબ થયો હતો. તેનાથી પહેલા તેને 15 એંકર ઈનવેસ્ટરોથી 180 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા.

આ ઈશ્યૂની બાદ કંપનીમાં પ્રોમોટર ભાગીદારી 96 ટકાથી ઘટીને 66 ટકા રહી ગઈ છે. કંપની આ ઈશ્યૂથી મળવા વાળા પૈસાનો ઉપયોગ કર્ઝ ઘટાડવા, ઑફિસ ખરીદવા અને અધિગ્રહણ માટે કરશે. છેલ્લા 3 વર્ષ પર નજર કરીએ તો કંપનીનું પ્રદર્શન લગાતાર સારૂ થયુ છે. કંપની બદલતી ટેકનીક અને વધતી પ્રતિયોગિતાની સાથે સારી રીતથી તાલમેલ કરીને આગળ વધી રહી છે.

2004 માં સ્થાપિત ROUTE MOBILE મુંબઈ સ્થિત કંપની છે. કંપની કૉમ્યુનિકેશનના તમામ સૉલ્યુશન પર કામ કરે છે, જેમાં ફાયરવૉલ, ફિલ્ટરિંગ અને મેસેજ, વૉયસ અને ઈમેક માટે એનાલિટિક્સ સેવાઓ સામેલ છે. કંપની કારોબાર દુનિયાના 18 દેશોમાં ફેલાયેલ છે. કંપની માટે ગ્રોથની ઘણી સંભાવના છે.