બજાર » સમાચાર » આઈપીઓ

બુધવારથી એસબીઆઈ લાઇફનો આઈપીઓ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2017 પર 13:38  |  સ્ત્રોત : CNBC-Bajar

એસબીઆઈ લાઇફનો આઈપીઓ આવતા બુધવારથી શરૂ થશે. છેલ્લા અમુક સમયનો સૌથી મોટો આ ઇશ્યુ હશે. સાઇઝ લગભગ 8500 કરોડ રૂપિયા જેટલી છે. આ આઈપીઓ પર એસબીઆઈ લાઇફના એમડી અને સીઈઓ અરિજીત બસુનું કહેવુ છે કે આઈપીઓ થકી પ્રમોટર હિસ્સો વેચી રહ્યા છે.


એસબીઆઈ 8% અને કેડિફ 4% હિસ્સેદારી વેચશે. આઈપીઓ બાદ એસબીઆઈનો 62.1% હિસ્સો રહેશે. આઈપીઓ બાદ કેડિફની હિસ્સેદારી 22% રહેશે. એસબીઆઈ લાઇફને હાલ કેપિટલની જરૂરત નથી. કંપની હાલ અધિગ્રહણ વિશે નથી વિચારી રહી. ઇશ્યૂનો પ્રાઇસ બેન્ડ યોગ્ય છે.