IndiaFirst Life Insurance IPO : બેન્ક ઓફ બરોડા દ્વારા સમર્થિત કંપની ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સના આઇપીઓને બજાર નિયમનકાર સેબીની મંજૂરી મળી છે. આ IPO હેઠળ રૂ. 500 કરોડ સુધીના નવા શેર જારી કરવામાં આવશે. આ સિવાય કંપનીના પ્રમોટર અને વર્તમાન શેરધારકો દ્વારા ઓફર ફોર સેલ (OFS) હેઠળ 14.13 કરોડ શેર વેચવામાં આવશે. કંપની IPO પહેલા રૂ. 100 કરોડ સુધીના પ્રાઇવેટ પ્લેસમેન્ટ પર પણ વિચાર કરી શકે છે. જો આમ થશે તો તાજા ઈશ્યુનું કદ નીચે આવશે.