બજાર » સમાચાર » આઈપીઓ

સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલરની નબળી લિસ્ટિંગ

ના રોજ પ્રકાશિત Tue, 20, 2019 પર 10:02  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારમાં આજે એક વધુ શેરની લિસ્ટિંગ થઈ છે. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલરની લિસ્ટિંગ નબળી રહી છે. એનએસઈ પર સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલરના શેર 10 ટકા ડિસ્કાઉન્ટની સાથે રૂપિયા 700 પર લિસ્ટ થયા છે. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલર 780ના ઇશ્યૂ પ્રાઇસ પર માત્ર 85 ટકા ભરાયો હતો આઈપીઓ.


સ્ટર્લિંગ એન્ડ વિસલન સોલાર 26 દેશોમાં કામ કરે છે. ભારત, આફ્રિકા અને મિડલ ઈસ્ટ સૌથી મોટા ઈપીસી સોલ્યુશન પ્રોવાઈડર છે. ભારતમાં EPCમાં 16.6% માર્કેટ શેર છે. આફ્રિકામાં EPCમાં 36.6% માર્કેટ શેર છે. મિડલ ઈસ્ટમાં EPCમાં 40.4% માર્કેટ શેર છે.


અન્ય દ્વારા તૈયાર કરેલા પ્રોજેક્ટમાં ઓપરશેન અને મેઈન્ટેનન્સ પણ સર્વિસ આપે છે. 2011માં SWPLના EPC ભાગ તરીકે શરૂ થઈ. 1લી એપ્રિલ, 2017ના રોજ SWPLમાંથી ડિમર્જ થયું. 31 માર્ચ, 2019 સુધીમાં કંપનીએ 6870.12 MWp 205 પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. 31 માર્ચ 2019 સુધીમાં કંપનીની ઓર્ડર બૂક રૂપિયા 3831.58 કરોડ છે.