Sunita Tools IPO Listing: મોલ્ડ બેઝ અને મશીન પાર્ટસ બનાવતી કંપની સુનિતા ટૂલ્સ (Sunita Tools)ના શેરોને આજે BSEના SME પ્લેટફૉર્મ પર જોરદાર એન્ટ્રી કરી છે. આ આઈપીઓમાં રિટેલ રોકાણકારે જોરદાર પૈસા લગાવ્યા હતા અને તેના માટે આરક્ષિત હિસ્સો 21 ગુણાથી વધું ભરાયો હતો. પાંચ દિવસ સુધી આ ઈશ્યૂ ખુલ્યો હતો પરંતુ ઓવરસબ્સક્રાઈબ આ પહેલા દિવસે જ થઈ ગયો હતો. પહેલા દિવસે ઓવરઑલ આ 1.71 ગુણો ભરાયો હતો જેમાં રિટેલ રોકાણકારનો હિસ્સો 2.47 ગુણો ભરાયો હતો. આઈપીઓના હેઠળ 145 રૂપિયાના ભાવ પર શેર રજૂ થયા છે. આજે BSE SME પર તેના 155 રૂપિયાના ભાવ પર એન્ટ્રી થઈ છે એટલે કે આઈપીઓ રોકાણકારને 6.90 ટકાની લિસ્ટિંગ ગેન મળ્યો છે. જો કે લિસ્ટિંગ બાદ શેર ધીમે પડ્યા છે. હાલમાં આ 153 રૂપિયા પર આવી ગયો છે એટલે કે આઈપીઓ રોકાણકારનો નફો ઘટીને 5.52 ટકા રહી છે.
Sunita Tools IPO પહેલા દિવસ ભરાયો હતો પૂરો
આ આઈપીઓના હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા 13.20 લાખ નવા શેર રજૂ થયા છે અને ઑફર ફૉર સેલ વિન્ડોના દ્વારા પમ 2 લાખ શેરોનું વેચાણ થયું છે. ઓએફએસ વિન્ડોના હેઠળ રજૂ થયા પૈસા કંપનીને નહીં મળશે અને જેને શેર વેચા છે, તેમમે મળશે. જ્યારે નવા શેરના દ્વારા એકત્ર કર્યા પૈસાનું ઉપયોગ કંપની વર્કિંગ કેપિટલની જરૂરતો અને સામાન્ય કૉરપોરેટ ઉદ્દેશ્યોમાં કરશે.
વર્ષ 1988માં બની સુનિતા ટૂલ્સ ઑટોમોટિવ, ફાર્મા, ઇલેક્ટ્રૉનિક્સ, કંઝ્યૂમર ગુડ્સ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે મોલ્ડ બેસ અને મશીનિંગ પાર્ટ બનાવે છે. તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં કસ્ટમાઈઝ્ડ ઈન્જેક્શન મોલ્ડ બેસ, પ્રિસિઝન કંપોનેન્ટ મશીનિંગ, કેપ્સ અને ક્લોઝર માટે મોલ્ડ બેસ, બ્લો મોલ્ડ બેસ, સ્ટેન્ડર્ડ બેસ, કંપ્રેશન મોલ્ડ બેસ, ડાઈ કાસ્ટિંગ મોલ્ડ બેસ, ઈન્સઈ મોલ્ડ બેસ, ઓવર મોલ્ડ બેસ, મોલ્ડ બેસ, પ્રિસિઝન ફિનિશ સીએનસી મશીનિંગ, પ્લાસ્ટિક મોલ્ડ બેસ, પ઼કેટ મશીનિંગ અને પ્રોટોટાઈપ મોલ્ડ બેસ છે.