Tata Tech IPO: 20 વર્ષ બાદ Tataના આઈપીઓને મલી મંજૂરી, ચેક કરો આઈપીઓની ડિટેલ્સ | Moneycontrol Gujarati
Get App

Tata Tech IPO: 20 વર્ષ બાદ Tataના આઈપીઓને મલી મંજૂરી, ચેક કરો આઈપીઓની ડિટેલ્સ

Tata Tech IPO: છેલ્લી વખત 2004મા ટાટા ગ્રુપની આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) લિસ્ટ થઈ હતી. હવે લગભગ 20 વર્ષ બાદ ટાટાની એક બીજી કંપની ટાટા ટેક (tata tech)ને સેબી (SEBI)એ આઈપીઓ લાવવાની મંજૂરી આપવામાં આવી છે. કંપનીએ સેબીની પાસે તેના ડ્રાફ્ટ માર્ચમાં દાખલ કર્યો હતો. આ સિવાય સેબીએ વધુ બે કંપનીઓના આઈપીઓને લીલી ઝંડી આપી દીધી છે. ચેક કરો ડિટેલ્સ

અપડેટેડ 02:34:54 PM Jun 27, 2023 પર
Story continues below Advertisement

Tata tech IPO: લગભગ 20 વર્ષ બાદ ટાટા ગ્રુપ (Tata Group)ની એક વધું કંપની લિસ્ટ થવાની તૈયારી કરી રહી છે. બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI)એ ગ્રુપની ટાટા ટેક (Tata tech)નો આઈપીઓ લાવાની મંજૂરી આપી દીધી છે. કંપનીએ સેબીની પાસે તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રૉસ્પેક્ટસ (DRHP) માર્ચમાં દાખલ કર્યો હતો. સેબી પાસે દાખિલ ડ્રાફ્ટના અનુસાર આ ઈશ્યૂના હેઠળ કોઈ પણ નવા શેર નહીં રજૂ થશે અને ઑફર ફૉર સેલ (OFS) વિન્ડોના હેઠળ શેરોનું વેચાણ થશે. તેના પહેલા અંતિમ વખતે 2004માં ટાટા ગ્રુપની આઈટી કંપની ટાટા કંસલ્ટેન્સી સર્વિસેસ (TCS) લિસ્ટ થઈ હતી.

Tata Groupના Tata Tech IPOના વિષયમાં ડિટેલ્સ

ટાટા ટેકનો આઈપીઓ પેપર્સના અનુસાર આ ઑફર ફૉર સેલ ઈશ્યૂના હેઠળ કંપનીના પ્રમોટર્સ અને શેરહોલ્ડર્સ 9.57 કરોડ ઇક્વિટી શેરોનું વેચાણ કરશે. તેમાંથી ટાટા મોટર્સનું 8.11 કરોડ, અલ્ફા ટીસી હોલ્ડિંગનું 97.2 લાખ અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ-1 ના 48.6 લાખ શેરનું વેચાણની યોજના છે. ટાટા મોટર્સના ટાટા ટેકમાં 74.69 ટકા, અલ્ફા ટીસી હોલિડિંગ્સના 7.26 ટકા અને ટાટા કેપિટલ ગ્રોથ ફંજ 1 ના 3.63 ટકા હિસ્સો છે. તેના ઈશ્યૂ માટે જેએમ ફાઈનાન્સ, બોફા સિક્યોરિટીઝ અને સિટી ગ્રુપ ગ્લોબલ માર્કેટ ઈન્ડિયા લીડ મેનેજર છે.


બે બીજી IPOને મળી SEBIને મંજૂરી

સેબીએ ટાટા ટેકની સાથે-સાથે એસબીએફસી ફાઈનાન્સ (SBF Finance) અને ગાંધાર ઞઈલ રિફાઈનરી (Gandhare Oil Refinery)ના ઈશ્યૂને પણ મંજૂરી આપી છે. એસબીએફસી ફાઈનાન્સે માર્ચમાં આઈપીઓ માટે આવેદન કર્યા હતા. તેના આઈપીઓ 1200 કરોડ રૂપિયાનો છે જેના હેઠળ 750 કરોડ રૂપિયાના નવા શેર રજૂ કરવાની છે અને બાકી 450 કરોડ રૂપિયાના શેરોનું ઑફર ફૉર સેલ વિન્ડોના હેઠળ વેચાણ થશે. આ ઈશ્યૂ માટે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ અને કોટક મહિન્દ્રા કેપિટલ લીડ મેનેજર્સ છે.

જ્યારે ગાંધાર ઑઈલ રિફાઈનરીની વાત કરે તો તેમાં સેબીની પાસે ગત વર્ષ ડિસેમ્બર 2022માં પેપર ફાઈલ કર્યા હતા. આ આઈપીઓના હેઠળ 357 કરોડ રૂપિયાના નવા શેર રજૂ થશે અને ઓએફએશ વિન્ડોના હેઠળ 1.2 કરોડ શેરોનું વેચાણ થશે. તે કંપની સફેદ તેલ બનેવે છે જેમાં ઉપયોગ ફાર્મા અને કૉસ્મેટિક ઈન્ડસ્ટ્રીમાં થાય છે. સફેદ તેલ રંગબીન, ગંધહીન અને સ્વાદહીન થાય છે. આ ઈશ્યૂ માટે એડલવાઈસ ફાઈનાન્શિયલ સર્વિસેઝ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ મર્ચેન્ટ બેકર્સ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 27, 2023 2:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.