Tata Technologies IPO: 7 પોઈન્ટમાં જાણો આઈપીઓ સાઈઝ, રિજર્વ કોટા સહિત ટાટા ટેક્નોલોજીસના આઈપીઓને લગતી દરેક ડિટેલ્સ | Moneycontrol Gujarati
Get App

Tata Technologies IPO: 7 પોઈન્ટમાં જાણો આઈપીઓ સાઈઝ, રિજર્વ કોટા સહિત ટાટા ટેક્નોલોજીસના આઈપીઓને લગતી દરેક ડિટેલ્સ

ટાટા ટેક તેના IPOમાં 2 પ્રતિ શેરના ફેસ વેલ્યુ વાળા 9.57 કરોડ શેર ઓફર કરવા જઈ રહી છે. IPOમાં એક હિસ્સા કંપનીના કર્મચારીઓ અને ટાટા મોટર્સ લિમિટેડના શેરધારકો માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે. કર્મચારીઓ માટે રિઝર્વ હિસ્સો અને ટાટા મોટર્સ શેરધારકો માટે રિઝર્વ હિસ્સોને દબર કર્યા બાદ વચ્ચે ઑફરિંગને નેટ ઑફર કહેવામાં આવશે. ઈશ્યૂ માટે રજિસ્ટ્રાર લિંક ઇનટાઈમ છે.

અપડેટેડ 12:40:23 PM Oct 06, 2023 પર
Story continues below Advertisement

ટાટા ટેક્નોલોજીસ (Tata Technologies)ના IPOના તમામ બેસબ્રીથી રાહ જોઈ રહ્યા છે. તેનું કારણ છે કે 19 વર્ષ બાદ ટાટા ગ્રુપ (Tata Group)ની ઘણા કંપનીનો IPO આવી રહ્યા છે. ટાટા ટેક્નોલોજીસ, ટાટા મોટર્સ (Tata motors)ની સબ્સિડિયરી છે. કંપનીએ IPOના માટે ડ્રાફ્ટ પેપર્સ માર્ચ 2023માં સબમિટ કર્યા હતા અને 27 જૂને માર્કેટ રેગુલેટરી સેબી (SEBI)મી મંજૂરી મળી ગઈ છે. 3 ઑક્ટોબરે ટાટા ટેક્નોલોજીસે સેબીને તેનો IPO ના DRHP માટે અડેન્ડમ સબમિટ કર્યો હતો, એટલે કે કંપનીએ IPOની ડિટેલ્સમાં અમુક ડિટેલ્સ એડ કરી છે.

વેચાણ માટે રાખવામાં આવશે 9.57 કરોડ શેર

ટાટા ટેક તેના IPOમાં 2 રૂપિયા પ્રતિ શેરની ફેસ વેલ્યૂ વાળા 9.57 કરોડ શેર રજૂ કરવા વાળી છે. IPO સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ થશે. OFSના હેઠળ ટાટા મોટર્સ, અલ્ફા ટીસી અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ. શેરોના વેચાણ માટે રાખશે, જે કંપનીનો કુલ હિસ્સો લગભગ 23.60 ટકા રહેશે.


કેવી છે કંરનીની નાાકીય સહેત

Tata Technologiesના પબ્લિક ઈશ્યૂનું જે રીતે રાહ જોઈ રહ્યા છે, લાગે છે કે રોકાણકાર તેમાં જોરદાર પૈસા લગાવશે. જો કે તે ફક્ત એક અનુમાન છે. કંપનીમાં લોકોને કેટલો વિશ્વાસ છે, આ ઈશ્યૂ આવ્યા બાદ ખૂર પડશે. જ્યા સુધી Tata Technologiesની નણાકીય સેહતની વાત કરે તો તેના રેવેન્યૂ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ FY22 ની સરખામણીમાં FY23માં ધીમી થઈ ગઈ છે. સારા વાત છે કે કંપની પર કોઈ લોન નથી. FY23 માટે રેવેન્યૂ 25 ટકા વધીને 4418 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ટેક્સ કાઢ્યા બાદ પ્રોફિટ 63 ટકા વધીને 708 કરોડ રૂપિયા થઈ ગયા છે. FY21-23 ના દરમિયાન કંપનીના રેવેન્યૂની કંપાઉન્ડ અનુઅલ ગ્રોથ રેટ 30 ટકા, EBITDA CAGR 46 ટકા અને પીએટી CAGR 61.5 ટકા રહી છે.

શું કરે છે કંપની

એક ગ્લોબલ એન્જિનિયરિંગ સર્વિસેઝ કંપની છે. આ ગ્લોબલ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સને ટર્નકી સૉલ્યૂશન્સ સાથે પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ડિજિટલ સૉલ્યૂશન્સની રજૂઆત કરે છે. કંપની એરોસ્પેસ, ટ્રાસપોર્ટેશન અને હેવી મશીનરી જેવી ઈન્ડસ્ટ્રીઝમાં ક્લાઈન્ટને સર્વિસ આપે છે. કંપનીની શરૂઆત 1989 માં થઈ હતી. tata technologiesની ઇક્વિટી ફર રિટર્ન માર્ચ 2022માં 19.8 ટકા અને માર્ચ 2023માં 23.7 ટકા રહ્યા છે. માર્ચ 2023 માં ઇમ્પ્લૉઈડ કેપિટલ પર રિટર્ન 19.5 ટકા હતો, જ્યારે માર્ચ 2022માં તે 16.7 ટકા હતો.

તેની પ્રતિદ્વંદિયોના કરતા કર્યા છે કંપની

IPOમાં રિઝર્વ હિસ્સાની ડિટેલ્સ

Tata Technologies IPOમાં એક હિસ્સો કંપનીના કર્મચારીયો અને ટાટા મોટર્સ લિમિટેડના શેરધારકોના માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. ટાટા ટેક્નોલોજિસના કર્મચારીયો માટે રિઝર્વ હિસ્સો, કંપનીની પોસ્ટ-ઑફર- પેડએપ ઈક્વિટી શેર કેપિટલનો 0.5 ટકા સુધી રહેશે. જ્યારે ટાટા મોટર્સ લિમિટેડના શેર ધારકો માટે રિઝર્વ હિસ્સો ઑફરના 10 ટકા સુધી થશે. કર્મચારિયો માટે રિઝર્વ હિસ્સો અને ટાટા મોટર્સ શેરધારકો માટે રિઝર્વ હિસ્સો કાઢ્યા બાદ વચ્ચે ઑફરિંગના નેટ ઑફર કહેવામાં આવશે.

શેરહોલ્ડિંગ પેટર્ન

હવે કંપનીમાં પ્રમોટર અને પ્રમોટર ગ્રુપનો હિસ્સો 76.7 ટકા છે. જ્યારે નોન-પ્રમોટર ગ્રુપ હિસ્સો 23.3 ટકા છે. IPOના બાદ કંપનીમાં પ્રમોટર અને પ્રમોટર ગ્રુપનો હિસ્સો 56.7 ટકા રહી જશે અને નોન-પ્રમોટર ગ્રુપ હિસ્સો વધીને 43.3 થઈ જશે.

રજિસ્ટ્રાર અને બુક રનિંગ લીડ મેનેજર્સ

કંપનીએ IPO પ્રક્રિયાને સુવિધાજનક બનાવા માટે જેએમ ફાઈનાન્શિયલ, સિટી અને બોફા સિક્યોરિટીઝને બુક રનિંગ લિડ મેનેજર નિયુક્ત કર્યા છે. ઈશ્યૂ માટે રજિસ્ટ્રાર લિંક ઇનટાઈમ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 06, 2023 12:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.