Tata Tech IPO: ટાટા ગ્રૂપની અન્ય એક કંપની લોકલ બજારમાં લિસ્ટ થવાની તૈયારી કરી રહી છે. તેની ટેક કંપની ટાટા ટેક્નોલોજીએ આઈપીઓ દ્વારા નાણાં એકત્ર કરવા માટે બજાર નિયમનકાર સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) પાસે ડ્રાફ્ટ ફાઈલ કર્યો છે. આ ઈશ્યુ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) હશે અને આ અંતર્ગત હાલના પ્રમોટર્સ અને શેરધારકો 9.57 કરોડ શેર વેચશે. ટાટા ગ્રુપની અન્ય કંપની ટાટા પ્લે પણ IPO લાવવાની તૈયારી કરી રહી છે. જે પણ કંપની પહેલા ઇશ્યૂ કરે, તે 18 વર્ષમાં ટાટા ગ્રૂપનો પહેલો IPO હશે.