બજાર » સમાચાર » આઈપીઓ

ઈન્ડિયામાર્ટની શાનદાર લિસ્ટિંગ

ના રોજ પ્રકાશિત Thu, 04, 2019 પર 10:04  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારમાં આજે એક વધુ શેરની લિસ્ટિંગ થઈ છે. ઈન્ડિયામાર્ટે એક્સચેન્જો પર શાનદાર પ્રવેશ કર્યો છે. એનએસઈ પર પોલિકેબ ઈન્ડિયાની લિસ્ટિંગ 21 ટકાના પ્રીમિયમની સાથે 1180 રૂપિયા પર થઈ છે. લિસ્ટિંગની બાદ ઈન્ડિયામાર્ટે 1236 રૂપિયાનો ઉચ્ચતમ સ્તર બનાવ્યો. કંપનીના આઈપીઓની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 970 થી 973 પ્રતિ શેર રાખવામાં આવી છે. કંપનીનું આ આઈપીઓ દ્વારા રૂપિયા 475 કરોડ ભેગા કરવાનું લક્ષ્યાંક છે.

ઈન્ડિયા માર્ટ દેશની સૌથી મોટી B2B માર્કેટપ્લેસ કંપની છે. આઈપીઓ બાદ કંપનીમાં પ્રમોટરની ભાગીદારી 52.6 ટકા રહી જશે જે હાલમાં 57.6 ટકા છે. આજે બજાર બંધ થવા સુધીમાં આઈપીઓ 50 ટકા સબસ્ક્રાઈબ થયો હતો.


ઇન્ડિયામાર્ટ ઇન્ટરમેશના હોલ ટાઇમ ડિરેક્ટર અને કો-ફાઉન્ડર બ્રિજેશ અગ્રવાલનું કહેવુ છે કે સૌથી મોટી જવાબદારી બિઝનેસનના ગ્રોથની જાળવવાની રહેશે. લિસ્ટીંગ પછી બિઝનેસને કઈ રીતે આગળ વધારવું તેના પર લક્ષ્ય છે. નેટવર્ક એસેટ છેલ્લા બે વર્ષમાં વધ્યા. નેટવર્ક એસેટ 4 ગણાથી વધીને 16 ગણા થયા. ગ્રાહકોની અપેક્ષાઓને અમે પુરાં કરવાની કોશિશ કરી રહ્યા છીએ. માર્કેટીંગ પ્લેટફોર્મ સાથે સોફ્ટવેર પણ પુરૂં પાડશું જેનાથી તેઓ સારો બિઝનેસ કરી શકે.


એબિટા માર્જિન વધીને નાણાકીય વર્ષ-19માં 16% થઈ. એનઈટી કસ્ટમર એડિશન છેલ્લાં 3 વર્ષમાં 18-20% વધ્યા. એવરેજ રેવેન્યું કસ્ટમર પણ સારા વધ્યા. 685 કરોડ કેશ અમારા બુકમાં છે. નાણાકીય વર્ષ19માં 255 કરોડનું ભંડોળ ભેગુ થયું હતું. હયાત શેર હોલ્ડરે જ ભાગ લીધો છે. કંપનીએ પોતા માટે કોઈ ફંડ ભેગું કર્યું નથી. અમારી લાક્ષણિતા જોઈને લાગે છે કે આ બિઝનેસમાં વૃદ્ધિ થતી રહેવી જોઈએ. જીડીપીની ગ્રોથ સારી રહે છે એમાં કોઈ બદલાવ નથી આવતો.