Chandrayaan 3 : 23 ઓગસ્ટની તારીખ ઇતિહાસમાં નોંધાઈ છે. સાંજે છ વાગ્યા પછી થોડી મિનિટો બાદ ભારતે ચંદ્ર પર પગ મૂક્યો હતો. ચંદ્રયાન 3 મિશન સફળ રહ્યું. વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડ કર્યું. દેશના 140 કરોડ લોકો આ ક્ષણની રાહ જોતા હતા. બધાની નજર ટીવી ચેનલો પર ટકેલી હતી. વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીને સ્પર્શતાની સાથે જ દેશના લોકોનું માથું ગર્વથી ઉંચુ થઈ ગયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાથી વિક્રમ લેન્ડરને ચંદ્ર પર ઉતરતા જોયા.