Coronavirus Update: દેશ ભરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,753 નવા કેસ નોંધાયા છે. તેની સાથે હવે દેશમાં એક્સિટવ દર્દીની સંખ્યા 53,720 થઈ ગઈ છે. હેલ્થ મિનિસ્ટ્રીથી મળી જાણકારીના અનુસાર, કોરોના વાયરસથી છેલ્લા 24 કલાકમાં 27 સંક્રમિત દર્દીની મૃત્યું થઈ ગઈ છે. દેશમાં XBB.1.16 વેરિએન્ટને કારણે સંક્રમિત દર્દીની સંખ્યા વધી રહી છે. દેશમાં ડેલી પૉઝિટિવિટી રેટ 6.78 ટકા થઈ ગઈ છે. જ્યારે વીકલી પૉઝિટિવિટી રેટ 4.49 ટકા છે.
જ્યારે ઉત્તર પ્રદેશના ગોતમબુધ્દ્ર નગર જિલ્લામાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રામણના 130 નવા કેસ સામે આવ્યો છે. આ વર્ષમાં સંક્રમિત દર્દીમાં એક દિવસમાં અત્યાર સુધીની આ સૌથી મોટી સંખ્યા છે.
શુક્રવારે દેશમાં કેરોના વાયરસ સંક્રમણના 11,109 નવા કેસ સામે આવ્યો હતો. ગઈકાલેના અનુસાર આજે નવા કેસમાં મામૂલી ઘટાડો આવ્યો છે. આ આંકડા છેલ્લા 7 મહિનામાં સૌથી વધું છે. ગઈકાલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 49,622 હતી. દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણથી 531091 દર્દીની મૃત્યુ થઈ ગઈ છે. જો કે રાહતની એક વાત આ છે કે કોરોના વાયરસના દર્દીની રિકવરી રેટ હજી પણ 98.70 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 6 કોરોના સંક્રમિત દર્દીની મૃત્યુ થઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં 4, રાજેસ્થાનમાં ત્રણ દર્દીની મૃત્યુ થઈ છે. જ્યારે છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મૂ કશ્મીક, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં એક-એક કોરોના સંક્રમિત દર્દીની મૃત્યુના સમાચાર સામે આવ્યો છે.