Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે મિશ્ર વલણ, જાણો ટૉપ-10 કરન્સીના લેટેસ્ટ ભાવ - Crypto Price: Mixed trends in crypto market today, know the latest prices of top-10 currencies | Moneycontrol Gujarati
Get App

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે મિશ્ર વલણ, જાણો ટૉપ-10 કરન્સીના લેટેસ્ટ ભાવ

Crypto Price: ટૉપ-10માં શુમાર ક્રિપ્ટોકરન્સીમાં આજે જો ગ્રીન ઝોનમાં છે, તેમાં માત્ર એકમાં જ સારી તેજી છે. બાકીમાં એક ટકાથી ઓછો ઉછાળો છે. સૌથી મોટો ક્રિપ્ટો બિટકૉઈન એકવાર ફરી 29 હજાર ડૉલરની નીચે આવી ગયો છે અને ક્રિપ્ટો માર્કેટમાં તેનો હિસ્સો પણ ઘટી ગયો છે. બીજા સૌથી મોટા ક્રિપ્ટો ઈથેરિયમ (Ethereum) પણ 1 ટકાથી વધુ તૂટ્યું છે.

અપડેટેડ 05:13:01 PM Apr 20, 2023 પર
Story continues below Advertisement

Crypto Price: માર્કેટ કેપના હિસાબથી ટૉપ-10માં શુમાર ક્રિપ્ટોકરન્સીમાં આજે મીશ્ર વલમ છે. જો કે જો ક્રિપ્ટો ગ્રીન ઝોનમાં છે, તેમાં માત્ર ડોઝક્વૉઈનમાં જ સારી તેજી છે અને બાકીમાં એક ટકાથી પણ ઓછા છે. ડોઝક્વૉઈન (Dogecoin)માં ચાર ટકાથી વધુની તેજી છે. જ્યારે સૌથી મોટો ક્રિપ્ટો બિટકૉઈન (Bitcoin)ની વાત કરે તો એકવાર ફરી તે 29 હજાર ડૉલરની નીચે આવી ગયો છે અને ક્રિપ્ટો માર્કેટમાં તેનો હિસ્સો પણ ઓછા થયો છે. એક બિટકૉઈન હવે 1.08 ચરાના ઘટાડા સાથે 28851.84 ડૉલર (23.70 લાખ રૂપિયા) ના ભાવ (BitCoin Price)માં મળી રહી છે.

જ્યારે બીજો સૌથી મોટો ક્રિપ્ટો ઈથેરિયમ (Ethereum) પણ 1 ટકાથી વધું તૂટ્યો છે. પૂરા ક્રિપ્ટો માર્કેટની વાત કરે તો છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક માર્કેટ કેપમાં 0.72 ટકાનો ઘટાડો આવ્યો છે અને તે 1.22 લાખ કરોડ ડૉલર (100.23 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ છે.

વિકલી મિશ્ર વલણ


માર્કેટ કેપના હિસાબથી ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીમાં મિશ્ર વલણ છે. સાત દિવસમાં ડૉઝક્વૉઈન (Dogecoin) સૌથી વધું લગભગ 6 ટકા મજબૂત થયો છે. જ્યારે સૌથી વધું નબળો સોલાનામાં આવી છે. તે લગભગ 6 ટકા તૂટ્યો છે. ટૉપના બે ક્રિપ્ટોની વાત કરે તો એક સપ્તાહમાં બિટકૉઈન લગભગ 5 ટકા નબળો થયો છે તો ઈથેરિયમમાં 1 ટકાથી વધું ઘટ્યો છે.

ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીઝમાં વલણ

ક્રિપ્ટો હાલના ભાવ 24 કલાકમાં ઉતાર-ચઢાવ
બિટકોઈન (Bitcoin) 28,851.84 ડોલર (-)1.08 ટકા
એથેરિયમ (Ethereum) 1,957.50 ડોલર (-)1.20 ટકા
ટેથર (Tether) 1.0 ડોલર (-)0.02 ટકા
બીએનબી (BNB) 325.80 ડોલર (-)0.77 ટકા
યૂએસડી કૉઇન (USD Coin) 0.9999 ડૉલર 0.01 ટકા
એક્સઆરપી (XRP) 0.4923 ડોલર 0.41 ટકા
સોલાના (Solana) 22.69 ડોલર (-)1.71 ટકા
ડૉજકૉઈન (Dogecoin) 0.09176 ડોલર 4.51 ટકા
કાર્ડાનો (Cardano) 0.4182 ડોલર 0.26 ટકા
પૉલીગૉન (Polygon) 1.09 ડોલર 1.09 ડોલર (-)1.71 ટકા

સોર્સઃ કોઈનમાર્કેટ કેપ, ભાવ સમાચાર લખવાના સમયે

ક્રિપ્ટો કરન્સીના લેણ-દેણમાં ઘટાડો

છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં લેણ-દેણમાં ઘટાડો આવ્યો છે. કૉઈન માર્કેટ કેપ પર ઉપલબ્ધ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 5177 કરોડ ડોલર (4.25 લાખ કરોડ રુપિયા) ક્રિપ્ટોનો લેવા-દેવા થયો જે છેલ્લા દિવસની સરખામણીમાં 9.07 ટકા ઘટી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં Bitcoinની સ્થિતિ 0.19 ટકા નબળાઈ થઈ છે અને હવે ક્રિપ્ટો બજારમાં તેની 45.92 ટકાની હિસ્સેદારી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 20, 2023 5:13 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.