Crypto Price: ક્રિપ્ટોકરન્સીમાં આજે મિશ્ર વલણ! ટૉપ-10ના આ ક્રિપ્ટોમાં સૌથી મોટો ઉછાળો | Moneycontrol Gujarati
Get App

Crypto Price: ક્રિપ્ટોકરન્સીમાં આજે મિશ્ર વલણ! ટૉપ-10ના આ ક્રિપ્ટોમાં સૌથી મોટો ઉછાળો

Crypto Price: માર્કેટ કેપ મુજબ ટૉપ-10માં શુમાર ક્રિપ્ટોકરન્સીમાં મિશ્ર વલણ છે. સૌથી મોટા ક્રિપ્ટો બિટકૉઈન (Bitcoin)ની વાત કરે તો આ લગભગ અડધા ટકા નબળો થયો છે અને ક્રિપ્ટો માર્કેટમાં તેનો હિસ્સો પણ ઘટ્યો છે. એક બિટકૉઈન હાલમાં 0.53 ટકાના ઘટાડા સાથે 25,984.66 ડૉલર (21.34 લાખ રૂપિયા)ના ભાવ (Bitcoin Price)માં મળી રહ્યું છે.

અપડેટેડ 05:57:26 PM Jun 14, 2023 પર
Story continues below Advertisement

Crypto Price: માર્કેટ કેપ મુજબ ટૉપ-10માં શુમાર ક્રિપ્ટોકરન્સીમાં મિશ્ર વલણ છે. સૌથી મોટા ક્રિપ્ટો બિટકૉઈન (Bitcoin)ની વાત કરે તો આ લગભગ અડધા ટકા નબળો થયો છે અને ક્રિપ્ટો માર્કેટમાં તેનો હિસ્સો પણ ઘટ્યો છે. એક બિટકૉઈન હાલમાં 0.53 ટકાના ઘટાડા સાથે 25,984.66 ડૉલર (21.34 લાખ રૂપિયા)ના ભાવ (Bitcoin Price)માં મળી રહ્યું છે. જ્યારે બીજો સૌથી મોટો ક્રિપ્ટો ઈથેરિયમ (Ethereum) પણ આજે હળવો દબાણ જોવા મળ્યો છે. પૂરા ક્રિપ્ટો માર્કેટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક માર્કેટ કેપમાં 0.34 ટકાનો ઘટાડો આવ્યો અને તે 1.06 લાખ કરોડ ડૉલર (87.05 લાખ રૂપિયા) પર પહોંચી હઈ છે.

વિકલી માત્ર એક ક્રિપ્ટો ગ્રીન ઝોનમાં

માર્કેટ કેપના હિસાબથી ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીમાં વિકલી માત્ર એક ક્રિપ્ટો - એક્સઆરપી (XRP) ગ્રીન ઝોનમાં છે. જો કે તે પણ લગભગ ફ્લેટ છે. સાત દિવસોમાં સૌથી વધું કાર્ડાનો (Cardano) નબળો થયો છે. તે લગભગ 18 ટકા નબળો થયો છે. તેના બાદ એક સપ્તાહમાં પૉલીગૉન (Polycon) 17 ટકાથી વધું અને ડૉજક્વૉઈન (Dogecoin) 9 ટકાથી વધું તૂટ્યો છે. ટૉપ ના બે ક્રિપ્ટોની વાત કરે તો બિટક્વાઈન એક સપ્તાહમાં 2 ટકાથી વધું તૂટ્યો છે તો ઈથેરિયમ લગભગ 6 ટકાથી વધુ નબળો થયો છે.


ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીઝમાં વલણ

ક્રિપ્ટો હાલના ભાવ 24 કલાકમાં ઉતાર-ચઢાવ
બિટકોઈન (Bitcoin) 25,984.66 ડોલર (-)0.53 ટકા
એથેરિયમ (Ethereum) 1,745.42 ડોલર (-)0.16 ટકા
ટેથર (Tether) 1.0 ડોલર (-)0.01 ટકા
બીએનબી (BNB) 248.57 ડોલર 5.22 ટકા
યૂએસડી કૉઇન (USD Coin) 1.0 ડૉલર 0.00 ટકા
એક્સઆરપી (XRP) 0.5057 ડોલર (-)4.31 ટકા
પૉલીગૉન (Polygon) 0.6543 ડોલર 1.40 ટકા
ડૉજકૉઈન (Dogecoin) 0.06193 ડોલર 0.23 ટકા
કાર્ડાનો (Cardano) 0.2748 ડોલર (-)2.14 ટકા
ટ્રૉન (Tron) 0.07267 ડોલર 1.34 ટકા

સોર્સઃ કોઈનમાર્કેટ કેપ, ભાવ સમાચાર લખવાના સમયે

ક્રિપ્ટો કરન્સીના લેણ-દેણમાં વધારો

છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં લેણ-દેણમાં વધારો આવ્યો છે. કૉઈન માર્કેટ કેપ પર ઉપલબ્ધ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 3,028 કરોડ ડોલર (2.49 લાખ કરોડ રુપિયા) ક્રિપ્ટોનો લેવા-દેવા થયો જે છેલ્લા દિવસની સરખામણીમાં 6.88 ટકા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં Bitcoinની સ્થિતિ 0.15 ટકા નબળી થઈ છે અને હવે ક્રિપ્ટો બજારમાં તેની 47.61 ટકાની હિસ્સેદારી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 14, 2023 5:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.