Crypto Price: માર્કેટ કેપ મુજબ આજે ટૉપ-10 ક્રિપ્ટોમાં માત્ર બે ક્રિપ્ટોકરન્સી ગ્રીન ઝોનમાં, જોકે આની ઝડપ પણ એક ટકાથી ઓછી - Crypto Price: Only two cryptocurrencies in the green zone among the top-10 cryptos by market cap today, though the pace is less than one percent | Moneycontrol Gujarati
Get App

Crypto Price: માર્કેટ કેપ મુજબ આજે ટૉપ-10 ક્રિપ્ટોમાં માત્ર બે ક્રિપ્ટોકરન્સી ગ્રીન ઝોનમાં, જોકે આની ઝડપ પણ એક ટકાથી ઓછી

Crypto Price: માર્કેટ કેપ મુજબ, આજે ટોપ-10 ક્રિપ્ટોમાં માત્ર બે ક્રિપ્ટોકરન્સી ગ્રીન ઝોનમાં છે. જો કે આમાં પણ સ્પીડ એક ટકાથી ઓછી છે. સૌથી મોટા ક્રિપ્ટો બિટકોઈન (Bitcoin)ની વાત કરીએ તો, તે અડધા ટકાથી વધુ મજબૂત થયો છે. જ્યારે બીજા સૌથી મોટા ક્રિપ્ટો ઈથેરિયમ (Ethereum) લગભગ અડધા ટકા જેટલો નબળો પડ્યો છે. સમગ્ર ક્રિપ્ટો માર્કેટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક માર્કેટ કેપમાં ઘટાડો થયો છે.

અપડેટેડ 05:38:11 PM Apr 27, 2023 પર
Story continues below Advertisement

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે ફિકો વલણ છે. માર્કેટ કેપના હિસાબથી ટૉપ-10 ક્રિપ્ટોમાં માત્ર બે ક્રિપ્ટોકરન્સી ગ્રીન ઝોનમાં છે. જો કે આમાં પણ સ્પીડ એક ટકાથી ઓછી છે. સૌથી મોટા ક્રિપ્ટો બિટકોઈન (Bitcoin)ની વાત કરીએ તો, તે અડધા ટકાથી વધુ મજબૂત થયો છે. એક બિટકૉઈન હવે 0.56 ટકાની તેજી સાથે 28,997.88 ડૉલર (23.73 લાખ રૂપિયા)ના ભાવ (Bitcoin Price)માં મળી રહી છે. જ્યારે બીજો સૌથી મોટો ક્રિપ્ટો ઈથેરિયમ (Ethereum) લગભગ અડધા ટકા જેટલો નબળો પડ્યો છે. પૂરા ક્રિપ્ટો માર્કેટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક માર્કેટ કેપમાં 0.43 ટરાનો ઘટાડો આવ્યો અને તે 1.19 લાખ કરોડ ડૉલર (97.39 લાખ રૂપિયા) રહ્યા છે.

વિકલી માત્ર બે ક્રિપ્ટો ગ્રીન ઝોનમાં

માર્કેટ કેપના હિસાબથી ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીમાં વિકલી બે ક્રિપ્ટો - બિટકૉઈન (Bitcoin) અને બીએનબી (BNB) ગ્રીન ઝોનમાં છે. તેમાં બિટકૉઈન એક સપ્તાહમાં અડધા ટકાથી વધું અને બીએનબી દોઢ ટકાથી વધું મજબૂત થયો છે. જ્યારે બીજી તરફ સાત દિવસોમાં સૌથી વધું ડૉઝક્વૉઈન (Dogecoin) નબળો થયો છે. તે 13 ટકાતી વધું લપસ્યો છે. ઈથેરિયમ એક સપ્તાહમાં ત્રણ ટકાથી વધુ તૂટી ગયો છે.


ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીઝમાં વલણ

ક્રિપ્ટો હાલના ભાવ 24 કલાકમાં ઉતાર-ચઢાવ
બિટકોઈન (Bitcoin) 28,997.88 ડોલર 0.65 ટકા
એથેરિયમ (Ethereum) 1,886.77 ડોલર (-)0.45 ટકા
ટેથર (Tether) 1.0 ડોલર (-)0.02 ટકા
બીએનબી (BNB) 330.76 ડોલર (-)2.26 ટકા
યૂએસડી કૉઇન (USD Coin) 1.0 ડૉલર (-)0.01 ટકા
એક્સઆરપી (XRP) 0.4587 ડોલર (-)2.85 ટકા
સોલાના (Solana) 21.67 ડોલર (-)2.89 ટકા
ડૉજકૉઈન (Dogecoin) 0.07967 ડોલર (-)2.18 ટકા
કાર્ડાનો (Cardano) 0.4072 ડોલર 0.89 ટકા
પૉલીગૉન (Polygon) 0.9912 ડોલર (-)2.15 ટકા

સોર્સઃ કોઈનમાર્કેટ કેપ, ભાવ સમાચાર લખવાના સમયે

ક્રિપ્ટો કરન્સીના લેણ-દેણમાં વધારો

છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં લેણ-દેણમાં વધારો આવ્યો છે. કૉઈન માર્કેટ કેપ પર ઉપલબ્ધ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 7,002 કરોડ ડોલર (5.73 લાખ કરોડ રુપિયા) ક્રિપ્ટોનો લેવા-દેવા થયો જે છેલ્લા દિવસની સરખામણીમાં 65.05 ટકા વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં Bitcoinની સ્થિતિ 0.37 ટકા મજબૂતી થઈ છે અને હવે ક્રિપ્ટો બજારમાં તેની 46.93 ટકાની હિસ્સેદારી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 27, 2023 5:38 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.