Adani Group Stock: અમેરિકી શૉર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ (Hindenburg Research)ની રિપોર્ટના જડકાથી ઉભરવા માટે અદાણી ગ્રુપ (Adani group) રોકાણકારથી મળી રહ્યા છે. રોકાણકારો આ રોડ શો રંગ લાવી રહ્યું છે. સતત બીજા દિવસે આજે ગ્રૂપના શેરમાં જોરદાર ખરીદારી થઈ રહી છે. અદાણી ગ્રૂપ એશિયા રોડ શો પ્રેઝન્ટેશન દ્વારા રોકાણકારોને ખાતરી આપે છે કે તેની કંપનીઓ આવતા વર્ષમાં તેની જવાબદારીઓ પૂરી કરી શકશે અને કેશ જનરેટ કરમાં સક્ષમ છે. તેની પોઝિટિવ અસર શેરો પર જોવા મળી રહી છે. જણાવી દઈએ કે સોમવારે સિંગાપુરમાં રોકાણકારોને રોડ શો થયો હતો અને પછી તેના બાદ હૉન્ગકૉન્ગમાં મંગળવાર-બુધવારએ બે દિવસનો રોડ શો થઈ રહ્યો છે.
Adani Groupના શેરોની આ છે સ્થિતિ
અદાણી એન્ટરપ્રાઇઝેઝ Adani Enterprises મંગળવારે 14 ટકા વધ્યો હતો અને આજે તે 8 ટકા મજબૂત થયો છે. જ્યારે, અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy), અદાણી ટોટલ ગેસ (Adani total Gas), અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission), અદાણી વિલ્મર (Adani Wilmar), અને એનડીટીવી (NDTV) અને અદાણી પાવર (Adani power) 5 ટકા તેજી સાથે અપર સર્કિટ પર પહોંચી ગઈ છે.
જ્યારે અદાણી પોર્ટ (Adani ports and SEZ) 2.33 ટકા, એસીસ (ACC) 1.4 ટકા અને અંબુજા સિમેન્ટ (Ambuja Cement) 2.7 ટકા વધી ગયો છે. મંગળવારે અદાણી ગ્રુપની કંપનીઓના માર્કેટ વેલ્યૂમાં 30,000 કરોડ રૂપિયાથી વધું વધી ગયો હતો. અદાણી ટોટલ ગેસમાં 31 દિવસોના ઘટાડા બાદ આજે તેજી પરત આવી જેમાંથી 28 દિવસ તો લોઅર સર્કિટ લાગી હતી.
સિંગાપુર અને હૉન્ગકૉન્ગની હેઠકએ વધારી ખરીદારી
લગભગ 12 વૈશ્વિક બેન્કના સહયોગથી સોમવારે સિંગાપુરમાં રોકાણકારોની સાથે બેઠક થઈ હતી. તેના બાદ અત્યારે ગ્રુપ હૉન્ગકૉન્ગમાં બાર્કલેઝની ઑફિસમાં રોકાણકારોની સાથે બેઠકો કરી રહ્યા છે. આ બેઠકમાં ગ્રુપના મુખ્ય નાણાકીય અધીકારી જુગેશિંદર સિંહ અને કૉરપોરેટ ફાઈનાન્સ હેટ અનુપમ મિશ્ર પણ હાજર રહ્યા હતા. બ્લૂમબર્ગની રિપોર્ટ અનુસાર મીટિંગમાં ગ્રુપએ કહ્યું કે જો ત્રણ વર્ષનું લોન ચુકવા માટે તેની પાસે પર્યાપ્ત ફંડ છે. તેના સિવાય 80 કરોડ ડૉલર ક્રેડિટ ફેસિલિટી છે. હાલમાં એક ફાઈલિંગમાં ગ્રુપે ખુલાસો કર્યો હતો કે તેની પાસે 31700 કરોડ રૂપિયાનું કેશ રિઝર્ન છે. અદાણી ગ્રુપએ તેના રોડ શો થી પહેલા પોતાની ક્રેડિટ પ્રોફાઈલ સુધારવા માટે ખર્ચ ઘટાડ્યા અને અમુક લોનને સમયથી પહેલા ચૂકાવી દીધી છે.