Adani Group Stocks: અમેરિકન શૉર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ (Hindenburg Research)ના ઝટકાથી અદાણી ગ્રૂપ (Adani group) હવે બહાર આવી રહ્યું હોય તેવું લાગે છે. લોનને સમયથી પહેલા ચુકાવાની સ્ટ્રેટજી કામ કરતી દેખાઈ રહી છે. તેના સિવાય ગ્રુપની કંપનીઓમાં ભારી બ્લૉક ડીલ પણ પૉઝિટીવ વાતાવરણ તૈયાર કરી રહી છે. આ કારણે શેરોમાં તેજી સતત ચાલુ રહી છે. જેથી તેની પાવર કંપની Adani Powerમાં સતત છઠ્ઠા દિવસે અપર સર્કિટ લાગી છે. આજ ગ્રુપમા દસ માંથી પાંચ સ્ટૉક્સ અપર સર્કિટ પર છે. જ્યારે બાકી શેર પણ ગ્રીન ઝોનમાં છે. એનએસઈએ અંબુજા સિમેન્ટ અને અદાણી પોર્ટ બાદ હવે અદાણી એન્ટરપ્રાઈઝેઝને એએસએમ ફ્રેમવર્કથી બહાર કાઢી દીધો છે, તેની પણ પૉઝિટિવ અસર છે.
Adani Group Stockની શું છે સ્થિતિ
અદાણી પૉવર (Adani Power) 186.75 રૂપિયા, અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) 819.90 રૂપિયા, અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) 619.60 રૂપિયા, અદાણી ટોટલ ગેસ (Adani Total Gas) 861.90 રૂપિયા અને અદાણી વિલ્મર (Adani Wilmar) 461.15 રૂપિયાના ભાવ પર છે. આ તમામ સ્ટૉક્સ 5 ટકાની તેજી સાથે અપર સર્કિટ પર છે એટલે કે તેના કોઈ સેલર્સ આજે માર્કેટમાં નથી.
ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝેઝ (Adani Enterprises) 2.83 ટકાના વધારા સાથે બીએસઈ પર 2039.05 રૂપિયા, અદાણી પોર્ટ એન્ડ સ્પેશલ ઇકોનૉમિક ઝોન (Adani Ports and Special Economic Zone) 1.33 ટકાના તેજી સાથે 699.70 રૂપિયા, એનડીટીવી (NDTV) 1.30 ટકાના વધારા સાથે 234.00 રૂપિયા, એસીસી (ACC) 0.42 ટકાના મામૂલી તેજી સાથે 1873.50 રૂપિયા અને અંબુજા સિમેન્ટ (Ambuja Cement) 0.75 ટકા મજબૂત થઈને 388.45 રૂપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહ્યો છે.
લોનના સમયથી પહેલા ચુકાવાની સ્ટ્રેટજી કારગર
મંગળવારે અદાણી ગ્રુપએ જાણકારી આપી કે તેણે 7399.96 કરોડ રૂપિયાનો લોન (90.1 કરોડ ડૉલર)ને સમયથી પહેલા ચુકાવ્યા છે. આ લોન શેરને ગિરવી રાખીને લીધા હતા. તેના પહેલા ફેબ્રુઆરીમાં પણ કંપનીએ 111 કરોડ ડૉલર (9116.49 કરોડ રૂપિયા)ના લોનના સમયથી પહેલા પેમેન્ટ કરી દીદો છે. અદાણી ગ્રુપ અત્યાર સુધી શેરને ગિરવી રાખીને લીધા 202 કરોડ ડૉલર (16590.37 કરોડ રૂપિયા)ના લોનને સમયથી પહેલા ચુકવ્યો છે.