અમેરિકી શેર બજારમાં આવ્યો ભૂકંપ, એક જ દિવસમાં અરબપતિઓને લાગ્યો મોટો ફટકો - an earthquake hit the us stock market a big blow to billionaires in a single day | Moneycontrol Gujarati
Get App

અમેરિકી શેર બજારમાં આવ્યો ભૂકંપ, એક જ દિવસમાં અરબપતિઓને લાગ્યો મોટો ફટકો

અમેરિકી શેર બજારમાં મંગળવારે ભૂકંપ આવ્યો હતો. ડાઉ જોન્સ, નાસ્ડેક અને S&P 500માં ભારી ઘટાડો જોવા મળ્યો છે. આ ભૂકંપના કારણે ઘણા અરબપતિઓની સંપત્તિમાં ભારી ઘટાડો જોવા મળી રહ્યો છે. શેર બજારમાં કડાકાને કારણે ટૉપ 10 અરબપતિઓએ એક દિવસમાં લગભગ 18 અરબ ડૉલરનું નુકસાન કર્યું છે.

અપડેટેડ 04:57:43 PM Feb 22, 2023 પર
Story continues below Advertisement

મંગળવારે અમેરિકીના વૉલ સ્ટ્રીટ પર સારે ઇન્ડેક્સ ઘટી ગયા છે. યૂએસ સ્ટૉક્સમાં ગઈ કાલે મોટો ઘટીડો જોવા મળ્યો હતો. તેની અસર દુનિયા ભરના અરબપતિઓના નેટવર્ક પર પણ અસર પડી છે. ટેસ્લાના CEO એલૉન મસ્ક જેવા ઘણી દિગ્ગજ અરપતિઓની સંપત્તિ ઝડપથી નીચે આવી રહી છે. ટૉપ 10 અરબપતિઓના એક જ દિવસમાં લગભગ 18 અરબ ડૉલરનું નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરી છે.

મંગળવારે અલૉન મસ્કની કંપની ટેસ્લા આ ઘટાડાની સૌથી મોટી કિમત ચુકાવી પડી રહી છે. કંપનીના શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેસ્લાના શેરોમાં 5 ટકાથી વધુંનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ કંપનીઓના શેરમાં આવ્યો ઘટાડો

મીડિયા રિપોર્ટના અનુસાર, અમેરિકી શેર બજારમાં આવી તબાહીથી એપ્પલ ઇંક, એમઝૉન ઇંક, ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટ, માઈક્રોસૉફ્ટ કૉર્પના શેર કડાકાને કારણે ઘટી ગયા છે. તે કારણે આ કંપનીઓથી સંબંધિત પૂર્વ અને હાજર CEO અને તેના શેરહોલ્ડર્સ પર પણ ભારી અસર પડી છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સના અનુસાર, દુનિયાના બીજા નંબરના અરબપતિઓ અલૉન મસ્કની સંપત્તિ એક દિવસેમાં 7.12 અરબ ડૉલર ઘટીને 180 અરબ ડૉલર થઈ ગઈ છે. જ્યારે જેફ બેઝોસની સંપત્તિમાં ભારી ઘટાડો જોવા મળ્યો છે. બેજોસની સંપત્તિ 2.63 અરબ ડૉલરથી ઘટીને 118 અરબ ડૉલર રહી છે. આ રીતે વૉરેન બફેટથી લઈને લેરી પેજ સુધી સંપત્તિમાં ઘટાડો આવ્યો છે.

US માર્કેટની સ્થિતિ


મંગળવારે વૉલ સ્ટ્રીના ડાઓ જોન્સ 697.1 અંક એટલે કે 2.06 ટકા ઘટીને 33129.59 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે S&P 500 માં 81.75 અંક એટલે કે 2 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ 3997.34 ના સ્તર પર બંધ થયો હતો. નેસડેક કંપોઝિટ પણ 294.97 અંક એટલે કે 2.5 ટકા ઘટીને 11.492.30 પર બંધ થયો છે.

-------------

 

MoneyControl News

MoneyControl News

First Published: Feb 22, 2023 10:52 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.