શુક્રવારે S&P 500 અને નાસ્ડેક ઇન્ડેક્સ આ મહિનાને તેનો હાઈ પર બંધ થઈ છે. જેપી મૉર્ગન અને બીજી બેન્કના ક્વાર્ટર પરિણામની સાથે અમેરિકામાં પરીણામની તક શરૂથઈ ગઈ છે. જેણે અસર કાલે અમેરિકી બજારો પર જોવા મળ્યો છે. કાલે ત્રણ મહત્વ અમેરિકી ઇન્ડેક્સમાં જોરદાર વધારો જોવા મળ્યો. S&P 500 ઇન્ડેક્સમાં આ મહિનામાં અત્યાર સુધી 4.2 ટકાની વધારો જોવા મળી શકે છે. આ રીતે વૉલ સ્ટ્રીટની વેલેટિલિટીના ફિર ઇન્ડેક્સ Cboe Volatility Index (VIX) કાલે એખ મહિનામાં નીચલા સ્તર પર બંધ થયો છે.
ફાઈનાન્શિયલ શેરોમાં સૌથી વધારી તેજી
કાલના કારોબારમાં ફાઈનાન્શિયલ શેરોમાં સૌથી વધારે તેજી આવી છે. તેમાં S&P 500 ઇન્ડેક્સની સૌથી વધારે સપોર્ટ મળ્યો છે. પરિણામની વાત કરે તો JP Morgan Chase & Co. (JPM.N) અને Bank of America Corp (BAC.N)ના પરિણામ આશાથી સારા રહ્યા છે. જ્યારે વેલ્સ ફૉર્ગો (Wells Fargo & Co) અને સિટી ગ્રુપિંગના પરિણમા નફાના મોર્ચા પર અનુમાનથી નબળા રહ્યા છે. પરંતુ કાલના કારોબારમાં આ ચારો શેરોમાં તેજી જોવા મળી છે. જેના કારણે S&P 500 બેન્ક ઇન્ડેક્સ 1.6 ટકાના વધારા સાથે બંધ થયો છે.
નાસ્ડેક 14 ડિસેમ્બરના બાદ તેના હાઈએસ્ટ સ્તર પર બંધ
કાલના કારોબારમાં ડાઓ જોંસ 112.64 અંક એટલે કે 0.33 ટકા વધીને 34,302.61 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે S&P 500 ઇન્ડેક્સ 15.92 અંક એટલે કે 0.40 ટકાના વધારા સાથે 3999.09 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નાસ્ડેક 78.05 અંક એટલે કે 0.71 ટકાના વધારા સાથે 11079.16 ના સ્તર પર બંધ થયો છે. શુક્રવારે S&P 500 ઇન્ડેક્સ 13 ડિસેમ્બર પછી તેના હાઈએસ્ટ લેવલ પર બંધ થયો હતો. જ્યારે નાસ્ડેક 14 ડિસેમ્બરના બાદ તેના હાઈએસ્ટ સ્તર પર બંધ થયો હતો.
સોમવારે બંધ રહેશે અમેરિકન માર્કેટ
સપ્તાહિક આધાર પર જોઈએ તો શુક્રવારે સમાપ્ત થયેલા સપ્તાહમાં S&P 500માં 2.5 ટકા અને ડાઓ જોન્સમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે નાસ્ડેક 4.8 ટકાના વધારા સાથે બંધ થયો છે. આ તેનું 11 નવેમ્બર પછી સૌથી મોટું સાપ્તાહિક બંધ છે. જણાવી દઈએ કે સોમવારે માર્ટિન લૂથર કિંગ જૂનિયર ડે હૉલીડેને કારણે અમેરિકન માર્કેટ બંધ રહેશે.