VINAY RAJANI
VINAY RAJANI
જો આપણે છેલ્લા 22 વર્ષના હિસ્ટ્રોરિકલ સિઝનના ચાર્ટ પર વિચાર કરીએ તો જાન્યુઆરી એ મ્યૂટ ટ્રેડનો મહિનો છે. જાન્યુઆરીનું સરેરાશ વળતર નિફ્ટી માટે માઈનસ-0.17 ટકા છે અને મહિનાના 50 ટકાથી વધુ વખત લાલ રંગમાં સમાપ્ત થાય છે. હિસ્ટ્રોલિકલ ડેટા મુજબ ડિસેમ્બર નિફ્ટી માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરતો મહિનો રહ્યો છે.
ડેરિવેટિવ્ઝ ડેટા અત્યારે નિફ્ટી માટે તટસ્થ લાગે છે અને કનવિનસિંગ ઈન્ડિકેશન અપ-મૂવ માટે કોઈ વિશ્વાસપાત્ર સંકેત આપતા નથી. ટેકનિકલી રીતે, નિફ્ટીએ માસિક ચાર્ટ પર મંદીવાળી કેન્ડલસ્ટિક પેટર્ન સાથે ડિસેમ્બર 2022નો અંત કર્યો છે, જે ટૂંકાથી મધ્યમ ગાળા માટે સંભવિત મંદીનો ટ્રેન્ડ રિવર્સલ સૂચવે છે.
નિફ્ટી દૈનિક ચાર્ટ પર નીચા ટોપ અને લોઅર બોટમ્સ બનાવે છે અને હજુ પણ 20 અને 50-દિવસ SMA (simple moving average) ની નીચે છે. તેથી, અમે માનીએ છીએ કે તે ઊંચા સ્તરે વેચાણનું દબાણ શોધી શકે છે. તેને 18,500 પર મજબૂત પ્રતિકાર અને 17,800 પર મજબૂત સપોર્ટ મળ્યો છે. અમે ટૂંકા ગાળા માટે નિફ્ટી 17,800-18,500ની રેન્જમાં રહેવાની અપેક્ષા રાખીએ છીએ.
Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ
જો કે, સારી વાત એ છે કે બજારની ચાલ મજબૂત થઈ રહી છે, કારણ કે સ્મોલ-કેપ અને મિડ-કેપ સેગમેન્ટ્સ આઉટપરફોર્મ કરી રહ્યાં છે. મિડ-કેપ સેગમેન્ટના ઘણા શેરો છે જે મધ્યમ ગાળાના ચાર્ટ પર નવા બ્રેકઆઉટ્સ આપે છે. તેથી, જો કે નિફ્ટી અત્યારે કોઈ મજબૂત ટેકનિકલ સેટઅપ બતાવી રહ્યું નથી, પણ પસંદગીના મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો સારો દેખાવ કરવાનું ચાલુ રાખી શકે છે.
સેક્ટર રોટેશન પણ સારી રીતે ચાલી રહ્યું છે. PSU બેન્ક, બાંધકામ અને ઇન્ફ્રા અને મેટલ એ એવા ક્ષેત્રો છે જે મધ્યમ ગાળાના ચાર્ટ પર સૌથી વધુ તેજીવાળા દેખાય છે અને બેન્ચમાર્ક સૂચકાંકો કરતાં વધુ દેખાવ કરે તેવી શક્યતા છે. જો કે, એફએમસીજી ઇન્ડેક્સે ટૂંકા ગાળાના ચાર્ટ પરની મજબૂતાઈ ગુમાવી દીધી હોય તેવું લાગે છે અને તે નિફ્ટી કરતાં ઓછો દેખાવ કરી શકે છે.
વિનય રાજાણીની ટૉપ ટ્રેડિંગ પિક્સ જેમાં 3-4 સપ્તાહમાં થઈ શકે છે ડબલ ડિજિટ કમાણી
Hindustan Construction Company: Buy | LTP: Rs 21.05 | આ સ્ટૉકમાં 18.90 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 23.5-27 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. આવતા 2-3 સપ્તાહમાં આ સ્ટૉકમાં 28 ટકા રિટર્ન મળી શકે છે.
Bank Of India: Buy | LTP: Rs 91.50 | આ સ્ટૉકમાં 85 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 97-105 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. આવતા 2-3 સપ્તાહમાં આ સ્ટૉકમાં 15 ટકા રિટર્ન મળી શકે છે.
Nava: Buy | LTP: Rs 258.65 | આ સ્ટૉકમાં 240 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 280-305 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. આવતા 2-3 સપ્તાહમાં આ સ્ટૉકમાં 18 ટકા રિટર્ન મળી શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.