ટેલિકૉમ સેક્ટરની દિગ્ગજ કંપની ભારતી એરટેલ (Bharti Airtel)એ બે વધું સર્કિલમાં ન્યૂનતમ રિચાર્જ સીમાની લિમિટને વધારો આપ્યો છે. આવનારા સપ્તાહમાં કંપનીની યોજના આ દેશ બરમાં લાગૂ કરવાની છે. કંપનીની આ સ્ટ્રેટજી પર માર્કેટ એક્સપર્ટ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ગ્લોબલ રિસર્ચ ફર્મ મૉર્ગન સ્ટેનલીએ 860 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ પર એરટેલની ઓવરવેઇટ રેટિંગ જાળવી રાખ્યું છે. જ્યારે ગોલ્ડમેન સૅક્સ (goldman Sachs)એ રોકાણકારોને સલાહ આપી છે કે જો એરટેલના શેરોમાં ઘટાડો થાય તો તેને ખરીદીની તક તરીકે જુઓ. આ શેર હવે બીએસઈ પર 0.56 ટકાના વધારા સાથે 783.45 રૂપિયા (Bharti Airtel Share price) પર ટ્રેડ થઈ રહ્યા છે. તેના ફુલ માર્કેટ કેપ 436664.78 કરોડ રૂપિયા છે.
Bharti Airtelની આ સ્ટ્રેટજી પર એક્સપર્ટ ઉત્સાહિત
એરટેલે મહારાષ્ટ્ર અને કેરળમાં મિનિમમ રિચાર્ચ પ્લાનને વધાર્યા છે. હવે તે 155 રૂપિયાના ન્યૂનતમ રિચાર્જ કરાવાનું રહેશે જેમાં અનલિમિટેડ વૉઈસ કૉલ, 1 જીબી ડેટા અને 300 એસએમએસ છે. આ વધારા બાદ અત્યારે દેશનાં 22 માંથી 19 સર્કિલમાં એન્ટ્રી લેવલના ટેરિફ એરટેર વધી ગયો છે જેણે જલ્દી બાકી સર્કિલમાં પણ લાગૂ કરે છે. હાલમાં કોલકાતા, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ન્યૂનતમ ટેરિફ હાઈક બાકી છે.
કંપની માટે જોરદાર રહ્યો ડિસેમ્બર ક્વાર્ટકર
એરટેલ દેશની બીજી સૌથી મોટી ટેલીકૉમ કંપની છે. કંપની માટે ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં ખૂબ જોરદાર રહી અને તેના કંસોલિડેટેડ પ્રોફિટ વર્ષના આધાર પર 91 ટકા વધીને 1588 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે સમાન ક્વાર્ટરમાં તેના રેવેન્યૂ 20 ટકા વધીને 35804 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ક્વાર્ટરના આધાર પર તેના રેવેન્યૂ 4 ટકા વધ્યો છે.
ડિસ્ક્લેમર: અહીં આપવા વાળા વિચાર અને રોકાણ સલાહ રોકાણ જાણકારોને તેના પ્રાઈવેટ વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકામ લેવાથી પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.