Multibagger Stock: આ સ્ટૉકના રોકાણકારોને આપ્યું મલ્ટિબેગર રિટર્ન, 6 મહિનામાં આપ્યો 109% નફો - multibagger stock multibagger returns to investors of this stock 109 profit in 6 months | Moneycontrol Gujarati
Get App

Multibagger Stock: આ સ્ટૉકના રોકાણકારોને આપ્યું મલ્ટિબેગર રિટર્ન, 6 મહિનામાં આપ્યો 109% નફો

Multibagger Stock: અતુલ ઑટોના ઈલેક્ટ્રિક વ્હીકલ સ્પેસમાં પ્રવેશની જાહેરાત કર્યા બાદ છેલ્લા એક સપ્તાહમાં 29 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીની સબ્સિડિયરી અતુલ ગ્રીનટેક (એજીપીએલ) એ હાલમાં નવી દિલ્હીમાં ઑટો એક્સ્પોમાં બે ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર લૉન્ચ કરીને ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી.

અપડેટેડ 10:52:31 AM Jan 20, 2023 પર
Story continues below Advertisement

Atul Auto Share Price: અતુલ ઑટોના શેર ગુરુવાર, 19 જાન્યુઆરીએ બીએસઈ પર ઇન્ટ્રા ડે માં 7 ટકાથી વધુંની તેજી સાથે 364 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો, જો તેના ત્રણ વર્ષના હાઈ છે. ખરેખર, કંપનીના ઈલેક્ટ્રિક વ્હીકલ સ્પેસમાં પ્રવેશની જાહેરાત કર્યા બાદ છેલ્લા એક સપ્તાહમાં 29 ટકાનો ઉછાળો આવ્યો છે. Atul Autoની સબ્સિડિયરી અતુલ ગ્રીનટેક પ્રા. લિ. (એજીપીએલ) એ 11 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ઑટો એક્સ્પો (Auto Expo 2023) માં બે ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર Atul Mobili અને Atul Energie રજૂ કરવાની સાથે ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી.

છ મહિનામાં આપ્યો 109 ટકા રિટર્ન

છેલ્લા છ મહિનામાં શેર મલ્ટીબેગર સાબિત થયો છે. અતુલ ઑટોએ આ દરમિયાન 109 ટકાનો જોરદાર રિટર્ન આપ્યો છે. જ્યારે એક વર્ષમાં 78 ટકા અને 2023માં અત્યાર સુધી 24 ટકા રિટર્ન આપ્યો છે.

Atul Auto ગુજરાતની એક પ્રતિષ્ઠિત થ્રી વ્હીલર ઉત્પાદક કંપની છે, જે તમામ સેગમેન્ટ અને તમામ ફ્યૂલ ટાઇપ્સમાં હાજરી ધરાવે છે. અતુલ મોબિલી એક પેસેન્જર વ્હીકલ છે અને અતુલ એનર્જી એક કાર્ગો વેરિએન્ટ છે.

રજૂ કર્યા બે ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર


અતુલ ઓટો માટે ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરના રજૂઆતથી ગ્રોથ ઇનોવેશનના એક દરમિયાનનું અનુમાન થયો છે. કંપની એ એક નિવેદનમાં કહ્યું કે Atul Mobili અને Atul Energieને ઇન્ડસ્ટ્રીની લીડિંગ ટેક્નોલૉજી, ટેલીમેટિક્સ અને બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS)ની સાથે બનાવામાં આવ્યો છે.

AGPL ઇલેક્ટ્રિક વ્હીકલ્સના સૉલ્યુશન્સ, ઑટોમોબાઈલ, એનર્જી સ્ટેરેઝ જેવા અલગ-અલગ એપ્લીકેશન્સ માટે લિથિયમ ઑયન બેટરીઝ અને ટેલીમેટિક્સ બનાવાના કામમાં લાગી છે.

નો મહિનામાં 57 ટકા ગ્રોથ

ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતી નો મહિના એટલે કે એપ્રિલ-ડિસેમ્બર દરમિયન Atul Autoએ વર્ષના આધાર પર 57.1 ટકાની ગ્રોથ સાથે 18065 યૂનિટનું વેચાણ કર્યું. કંપનીએ એક વર્ષ પહેલા સમાન ગાળામાં 11499 યુનિટ વેચ્યા હતા.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 19, 2023 2:55 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.