નિફ્ટીમાં 27 જાન્યુઆરીના બીજા સત્રમાં ઘટાડો વધ્યો છે. સકારત્માક વૈશ્વિક સંકેતો છતાં ઇન્ડેક્સ ઝડપી ઘટાડા સાથે ત્રણ મહિનાની નીચલા સ્તર પર બંધ થયો છે. રોકાણકારો યૂનિયન બજેટ 2023 અને ફેડરલ રિઝર્વ ની બેઠકથી પહેલા સતર્ક જોવા મળ્યા છે. ઈન્ડેક્સ 17,877 પર ખુલ્યો અને ઘટીને દિવસના નીચલા સ્તર 17,494 સુધી લપસી ગયા છે. તેણે અંતિંમ કલાકના ટ્રેડમાં ઘટાડાને ઓછા કર્યા છે. અંતમાં 288 અંક અથવા 1.61 ટકાના ઘટાડા સાતે 17,604 પર બંધ થયો છે. આ લેવલ 21 ઓક્ટોબર, 2022 બાદ તેની સૌથી ખરાબ ક્લોઝિંહ છે. નિફ્ટીએ 17,800ના મહત્વપૂર્ણ સપોર્ટને તોડી નાખ્યો છે. ઈન્ડેક્સે ડેલી અને વીકલી ચાર્ટ પર એક લૉન્ગ બેરીશ કેન્ડલ બનાવ્યો છે. સપ્તાહના અંતમાં તે 2.35 ટકા ઘટીને બંધ થયો છે.
30 જાન્યુઆરીએ કેવી રહેસે નિફ્ટીની ચાલ
Kotak Securitiesના અમોલ અઠાવલેએ કહ્યું કે, "જો ઇન્ડેક્સ 17,650થી ઉપર કારોબાર કરે છે તો એક મામૂલી પુલબેક તેજી સંભવ છે. બીજા તરફ, 17,550નો લેવલ તૂટ્યા બાદ વિકલીનું દબાણ ઝડપી થવાની સંભાવના છે. તેની નીચે ઇન્ડેક્સ 17,400 સુધી લપસી શકે છે.
તેના પછી કરેક્શન વધારવા પર ઇન્ડેક્સને 200-ડે સિંપલ મૂવિંગ એવરેજ (SMA) અથવા 17,300 સુધી ઘટી શકે છે.
આવનારા સત્રમાં નિફ્ટીના 17,000-18,000 ના દાયરામાં કારોબાર કરવાની આશા છે.
30 જાન્યુઆરીએ કેવી રહેશે બેન્ક નિફ્ટીની ચાલ
બજારમાં આવ્યો કરેક્શન માટે ઘણી હદ સુધી બેન્કને જવાબદાર રાખવામાં આવ્યો છે. બેન્ક નિફ્ટી 41,382 પર ખુલા અને દિવસના નીચલા સ્તર 40,149 પર લપસી ગયો છે. એક્સપર્ટે કહ્યું છે કે આગળ ઘટાડા વધવા માટે 40,000 ના લેવલ એક મહત્વપૂર્ણ સ્તરના રૂપમાં કામ કરશે.
ઈન્ડેક્સે ડેલી અને વીકલી ચાર્ટ પર એખ લૉન્ગ પેરિશ કેન્ડલ બનાવ્યો છે. ઇન્ડેક્સ 3.13 ટકા અથવા 1320 અંક ઘટીને 40,345 સુધી પહોચી ગયો છે. સપ્તાહ માટે તેમાં 5 ટકાનો ઘટાડો આવ્યો છે.
LKP Securitiesના કુણાલ શાહે કહ્યું કે, "ઇન્ડેક્સ મહત્વપૂર્ણ મૂવિંગ એવરેજ 50 ઈએમએ (42,280 સ્તર) ની નીચે ટકી રહ્યો છે. આરએસઆઈ (રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) પણ બેરિશ ક્રૉસઓવરમાં છે અને ઘટી રહ્યો છે.
શૉર્ટ ટર્મમાં ઇન્ડેક્સમાં વેચાણના દબાણ રહી શકે છે. એક્સપર્ટે કહ્યું કે તેમાં 40,000 પર સપોર્ટ જોવા મલી શકે છે. જ્યારે ઉપરની તરફ 40,800 પર રેજિસ્ટેન્સ જોવા મળી રહ્યો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા સર્ટીફાઈડ નિષ્ણાતની સલાહ લેવાની સૂચના આપે છે.