બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

74th independence day: પહેલી વાર ટાઈમ્સ સ્ક્વેર પર ફરકાવસે ભારતીય ત્રિરંગો

ના રોજ પ્રકાશિત Tue, 11, 2020 પર 11:17  |  સ્ત્રોત : Moneycontrol.com

ન્યૂયૉર્ક, ન્યૂ જર્સી અને કનેક્ટીકટના ટ્રાઈ-સ્ટેટ એરિયાના એક અમેરિકામાં રહેવા વાળા ભારતીયોના સંગઠન ફેડરેશન ઑફ ઈંડિયન એસોસિએશન (FIA) એ પોતાના બયાનમાં કહ્યુ છે કે તે અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં પ્રતિષ્ઠિત ટાઈમ્સ સ્ક્વેર પર પહેલી વાર આ વર્ષ 15 ઓગસ્ટને ભારતીય ત્રિરંગો ફરકાવાનો ઈતિહાસ બનાવા જઈ રહ્યુ છે.

અમેરિકામાં રહેલા અપ્રવાસી ભારતીયોના તે અગ્રણી સંગઠન ભારતના 74 ના સ્વતંત્રતા દિવસને સેલીબ્રેટ કરવા માટે આ સપ્તાહે Times Square પર ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે. આવુ ઈતિહાસમાં પહેલીવાર થશે. New York માં ભારતના કાઉંસલ જનરલ રણધીર જાયસવાલ આ પ્રસંગના મુખ્ય અતિથિ હશે.

FIA એ પોતાના બયાનમાં આગળ કહ્યુ છે કે ટાઈમ્સ સ્ક્વેર પર ત્રિરંગો ફરકાવાની સાથે જ દર વર્ષની જેમ આ વખત પણ 14 ઓગસ્ટના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ (Empire State) ના નારંગી, સફેદ અને લીલા રંગની લાઈટોથી રોશન કરવામાં આવશે. Empire State lighting ceremony 14 ઓગસ્ટ 2020 ના રહેશે. 1970 માં સ્થાપિત FIA વિદેશમાં રહી અપ્રવાસી ભારતીઓનું સૌથી મોટુ સંગઠન છે.

જુલાઈમાં અંકુર વૈદ્ય FIA Chairman બન્યા. તેમણે ભારતીય સમુદાયના પ્રતિષ્ઠિત નેતા રમેશ પેટલના સ્થાન પર પદભાર ગ્રહણ કર્યો છે. તમને જણાવી દઈએ કે રમેશ પટેલની કોરોનાથી હાલ માં જ મૃત્યુ થઈ ગઈ છે. 40 વર્ષિય અંકુર વૈદ્ય લાંબા સમયથી FIA થી જોડાયેલ રહ્યા છે. તે FIA ના અત્યાર સુધીના સૌથી યુવા ચેરમેન છે.