બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

Covid-19ના સારવાર માટેની આયુર્વેદિક દવા અમેરિકા અને ભારતમાં થશે ક્લિનિકલ ટ્રાયલ

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 12:57  |  સ્ત્રોત : Moneycontrol.com

અમેરિકામાં ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુએ કહ્યું કે ભારત અને અમેરિકાના આયુર્વેદિક પ્રેક્ટિશનર (Practitioners) કોરોના વાયરસ માટે આયુર્વેદિક ફોર્મ્યુલેશનની સંયુક્ત ક્લિનિકલ ટ્રાયલ તૈયાર કરી રહ્યા છે.


8 મી જુલાઈએ ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને ડોકટરો સાથેના વર્ચ્યુઅલ સંવાદમાં, તરણજીતસિંહ સંધુએ કહ્યું કે વિવિધ સંસ્થાઓના વિશાળ નેટવર્કને ભારત અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ આ રોગચાળા સામેની લડતમાં એક મોર્ચા પર લાવ્યો છે.


તેમણે વધુમાં કહ્યું છે કે અમારી વિવિધ સંસ્થાઓ આયુર્વેદને સંયુક્ત શોધન, પ્રશિક્ષણ કાર્યક્રમો અને સ્વૈચ્છિક અભ્યાસક્રમો દ્વારા દુનિયાભરમાં આયુર્વેદને પ્રયાસની કાશિશ કરી રહી છે. અમેરિકામાં ભારત રાજદૂત તરણજીતસિંહ સંધુના મુજબ કોરોના વેક્સીનના વિકાસ માટે ભારતીય વેક્સીન વનાવા વાળી કંપની અને અમેરિકા સંસ્થાઓ વચ્ચે ઓછામાં ઓછા 3 કરાર થયા છે અને તેમની વેક્સીન પર કામ ચાલી રહ્યું છે.


તેમણે વધુમાં કહ્યું કે આ મોર્ચે પર આપણા વૈજ્ઞાનિકો શોધ થી મળેલી તેમની જાણકારીયોને આદાન-પ્રદાન કરી રહ્યા છે. ઈન્ડો-યુએસ સાયન્સ ટેકનોલોજી ફોરમ (IUSSTF)એ આપસી સહયોગ દ્વારા વિજ્ઞાન અને તકનીકીના જ્ઞાનના પ્રસારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.


તેમણે વધુમાં કહ્યું છે કે કોવિડ -19 ના પડકારોનો સામનો કરવા માટે ઇન્ડો-યુએસ સાયન્સ ટેકનોલોજી ફોરમ (IUSSTF)એ સંયુક્ત સંશોધન અને એના માટે અન્ય બીજા તરીકેના તમામા પ્રયાસોની શરૂઆત કરી છે. બન્ને દેશોના નિષ્ણાતો દ્વારા કોવિડ-19 સંબંધિત સંશોધન સંબંધિત તમામ પ્રસ્તાવોની સમીક્ષા કરવામાં આવી રહી છે. ભારતીય કંપનીઓ વિવિધ રોગો સામે લડવા માટે સસ્તી દવાઓ અને વેક્સીન બનાવવા માટે સંપૂર્ણ દુનિયામાં જાણીતી છે અને કોરોના સામેની લડતમાં પણ મહત્વની ભૂમિકા નિભાવશે.


તેમણે એ પણ માહિતી આપી કે ભારતીય અને અમેરિકન કંપનીઓના સહયોગથી ઓછામાં ઓછી 3 વેક્સીન પર કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રયત્નો માત્ર ભારત અને અમેરિકા માટે જ નહીં પણ દુનિયાભરના અરબો લોકો માટે ફાયદાકારક સાબિત થશે.