બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

બેન્કિંગ સેક્ટરના Bad Loans માં જોવાને મળી સકે છે અભૂતપૂર્વ વધારો: રધુરામ રાજન

ના રોજ પ્રકાશિત Wed, 15, 2020 પર 13:38  |  સ્ત્રોત : Moneycontrol.com

આરબીઆઈના પૂર્વ ગર્વનર રધુરામ રાજનને કહ્યુ છે કે આવતા 6 મહીનામાં ભારતના બેન્કિંગ સેક્ટરમાં અભૂતપૂર્વ એનપીએ (Bad Loans) જોવાને મળશે. તેમણે ચેતવણી આપતા કહ્યુ છે કે જેટલી જલ્દી આ સમસ્યાને ઓળખી લેવામાં આવે એટલુ જ સારૂ રહેશે.

તેમણે આગળ કહ્યુ છે કે કોરોના મહામારી અને તેના ચાલતા લાગૂ લૉકડાઉનએ દેશમાં કારોબારને ઘણી ઘહેરી ચોટ પહોંચાડી છે અને ઘણા બધા કારોબારી અને ઉદ્યમી બેન્કોના પૈસા પાછા આપવાની સ્થિતિમાં નથી.

દિલ્હી સ્થિતિ think-tank NCAER દ્વારા આયોજિત ઈન્ડિયા પૉલિસી ફોરમ 2020 ના વર્ચુઅલ સેશનમાં રધુરામ રાજનએ કહ્યુ કે આવનાર 6 મહીનામાં ભારતીય બેન્કોના એનપીએમાં અભૂતપૂર્વ વધારો જોવાને મળશે. અમે આ સમસ્યાને જેટલી જલ્દી જાણી લે અને તેનો સામનો કરવા માટે તૈયાર તે અહીં અમારા માટે વધુ સારું રહેશે.

એક સમાચાર પત્રમાં પ્રકાશિત નાણાકીય મંત્રી નિર્મલા સીતારામનના એક લેખનો ઉલ્લેખ કરતા આરબીઆઈના પૂર્વ ગર્વનરે કહ્યુ કે આ લેખમાં જનધન યોજનાની સફળતાના વિષે કહેવામાં આવ્યુ છે પરંતુ ઘણા અર્થશાસ્ત્રી તેના વિપરીત વિચાર રાખે છે. તેમણે એ પણ કહ્યુ કે આ ભારતીય અર્થવ્યવસ્થાના પડકારનો સામનો કરવામાં સફળ નથી રહ્યા.

તેમણે આગળ કહ્યુ કે જનધન યોજના એવુ કામ નથી કરી રહી જેવુ કે કહેવામાં આવી રહ્યુ છે. જો કે ઈકોનૉમીને લઈને એક વાત સકારાત્મક જોવામાં આવી રહી છે તે એ છે કે કૃષિ સેક્ટર સારૂ કામ કરી રહી છે. એ પણ યોગ્ય છે કે સરકારે કંઈક સુધારાના પગલા ઉઠાવ્યા છે એ એવા પગલા છે જેની ખુબ લાંબા સમયથી વાત ચાલી રહી હતી. જો તેને યોગ્ય રીતે લાગૂ કરવામાં આવે તો નિશ્ચિત જ તેનાથી ઈકોનૉમીને ફાયદો મળશે.

નોંધનીય છે કે સરકારે કૃષિ ક્ષેત્રમાં સુધારો કરતા દશકો જુના Essential Commodities Act માં સંશોધન કર્યુ છે જેની હેઠળ ખાદ્યાન્ન, ખાદ્ય તેલ, તલ, ડુંગળી અને બટેટા જેવા ખાદ્ય પદાર્થોને ડીરેગુલેટ કરી દેવામાં આવ્યા છે. હવે તેમાં કોઈ પણ વસ્તુ પર કોઈ સ્ટૉક લિમિટ લાગૂ નહીં થાય. આ રીતે જુનમાં સરકારે તેના અધ્યાદેશને મંજૂરી આપી છે જેમાંથી કૃષિ ઉત્પાદોને નોટિફાઈડ એપીએમસી મંડિઓને બહાર પણ વગર કોઈ પ્રતિબંધના ખરીદી-વેચી શકાશે.