બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

Big Bold Idea: ભારતની પ્રગતિમાં Equity Marketનું મહત્વ યોગદાન, આવતા 50 વર્ષમાં થશે મજબૂત વિકાસ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2021 પર 15:27  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સનો 50 હજારના આંકડો સ્પર્શનો બજારને છેલ્લા ઘણા દિવસોથી રાહ જોવાતી હતી. આજે જેવી રીતે બીએસઈ સેન્સેક્સે 50000 ના જાદુઈ આંકડાને સ્પર્શતાં જ બજારમાં ઉજવણી અને દિવાળીનું વાતાવરણ જોવા મળ્યું હતું. રોકાણકારો અને બજારના દિગ્ગજોએ એક બીજાને આ ઉપલબ્ધિ પર અભિનંદન આપ્યા હતા. આ એતિહાસિક ઇપલબ્ધિ પર સીએનબીસી-બજારે બીએસઈના સીઈઓ આશિષ ચૌહાણ સાથે એક વિશિષ્ટ વાતચીત કરી હતી, જેમાં આશિષ ચૌહાણ ખૂબ ખુશ દેખાયા હતા અને આ ઉપલબ્ધિ પર ચેનલ સાથે બાબાકી સાથે વાત કરી હતી.


આશિષ ચૌહાણે કહ્યું કે કોરોના સંકટને કારણે આખી દુનિયામાં ચિંતા હતી પરંતુ બીએસઈ સેન્સેક્સને કોરોના સંકટને પણ રોકી નથી શક્યો. સેન્સેક્સે ભારતીય અર્થવ્યવસ્થા બંધ થવા નહીં દીધી. એટલું જ નહીં, ભારતની પ્રગતિમાં સેન્સેક્સની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.


BSEના સીઈઓ આશિષ ચૌહાણે સીએનબીસી-બજાર સાથે વાત કરતા કહ્યું કે આ સમયે દરેક વ્યક્તિએ પોતાને સેન્સેક્સ સાથે જોડ્યા છે કારણ કે શેર બજારના નાણાં ઉદ્યોગોમાં રોકાયેલા છે. ભારતની પ્રગતિમાં સેન્સેક્સની મહત્વની ભૂમિકા છે. આ સમય સેન્સેક્સ ભારતના દિલની ધડકન જેવું છે.


આશિષ ચૌહાણે વધુમાં કહ્યું કે, સેન્સેક્સના 50,000 સાથે ભારત આગળ વધી રહ્યું છે. આ પછી દેશને આવતા 50 વર્ષમાં મજબૂત વિકાસ થવાનો છે. દર વર્ષે ભારત પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે. ભારતની પ્રગતિમાં સેન્સેક્સની ભૂમિકા મહત્વ રહી છે.


સેન્સેક્સ 50000 ને પાર થવાનો સફર


Sensex @ 3 April 1979 124


41 વર્ષ 9 મહિના 18 દિવસમાં 50000


42 વર્ષમાં 50,000ને પાર 9561 સેશન


Sensexને 500થી 50000ને પાર થવાનો સફર


500થી 50000નો સફર 8384 સેશન


25000થી 50000નો સફર 1653 સેશન


સેન્સેક્સ 25000થી 50000 6 વર્ષ 8 મહિના 5 દિવસ


પહેલી વાર ક્યારે થયો હતો Sensex@ 25000


સેન્સેક્સે પહેલી વાર 16 મે 2014 એ @ 25000 ના આંકડાને સ્પર્શ કર્યો હતો. આ દિવસે PM મોદીના નેતૃત્વ હેઠળ NDAને સંપૂર્ણ બહુમતી મળી હતી.