બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

BPCL Privatisation: સરકારની સંપૂર્ણ ભાગીદારી ખરીદવાની તૈયારીમાં વેદાંતા

ના રોજ પ્રકાશિત Fri, 20, 2020 પર 12:05  |  સ્ત્રોત : Moneycontrol.com

ખાણ સેક્ટરના ઉદ્યોગ સમૂહ વેદાંતાએ સરકાર દ્વારા ખાનગીકરણ માટે રજુ કરવામાં આવેલી સરકારી કંપની ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL) માં ખરીદારી માટે પ્રારંભિક રૂચિ દેખાડી છે અને બોલી જમા કરાવી છે. આ કંપનીએ તેમાં સરકારની પૂર્ણ ભાગીદારી અને સંપત્તિની ખરીદારીમાં પોતાની રૂચિ દર્શાવી છે.

લોકસત્તામાં છપાયેલા સમાચારના મુજબ વેદાંતા લિમિટેડ ભારતના શેર બજારમાં સૂચીબદ્ઘ કંપની છે જેને લંડન સ્થિત પોતાની પેરેંટ કંપની વેદાંતા રિસોર્સિસની સાથે મળીને BPCL માટે બોલી લગાવી છે. કંપની BPCL માટે બોલી લગાવાની અંતિમ તારીખ 16 નવેમ્બરના પહેલા જ પોતાની ઈઓઆઈ જમા કરાવી છે. સૂત્રોથી મળેલી જાણકારીના અનુસાર 3 થી 4 વિદેશી કંપનીઓ પણ આ લીલામી પ્રક્રિયામાં પ્રતિયોગીના રૂપમાં ભાગ લઈ રહી છે.

વેદાંતાએ અધિકૃત રૂપથી બયાન આપ્યુ છે કે બીપીસીએલ માટે વેદાંતાની તૈયારી પણ પ્રારંભિક સ્તર પર છે. કંપનીના વર્તમાન તેલ અને ગેસ કારોબાર માટે આ સંબંધિત પગલા ઉઠાવામાં આવ્યા છે અને ભવિષ્ય માટે આ પગલા ફાયદામંદ સાબિત થશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

વેદાંતાએ એક દશક પહેલા કેર્ન ઈન્ડિયા તેલ નિર્માતા કંપનીના 8.67 અરબ અમેરિકી ડૉલર આપીને અધિગ્રહિત કર્યા હતા અને તેલ અને ગેસ સેક્ટરમાં પોતાના પગલા વધાર્યા હતા. હવે તેમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા વિનિવેશ કાર્યક્રમના અંતર્ગત દેશની બીજી સૌથી મોટી તેલ કંપની બીપીસીએલમાં સરકારની સંપૂર્ણ ભાગીદારી એટલે 52.98 પ્રતિશત ભાગિદારી ખરીદવામાં પોતાની રૂચિ દેખાડી છે.