બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

Cognizant એ હજારો કર્મચારીઓની કરી છટણી: IT કર્મચારી સંગઠન

ના રોજ પ્રકાશિત Sat, 04, 2020 પર 16:46  |  સ્ત્રોત : Moneycontrol.com

Nasdaq લિસ્ટેડ આઈટી સર્વિસ કંપની Cognizant Technology Solutions Corp એ પોતાના હજારો ઑન બેંચ કર્મચારીઓની છટણી કરી દીધી છે. ઑન બેંચ કર્મચારી તે કર્મચારીઓને કહે છે જે કોઈ ક્લાયંટ પ્રોજેક્ટથી નહીં જોડાયા હોય. કંપનીઓ તેના રિઝર્વ ફોર્સના રૂપમાં રાખે છે. આઈટી સર્વિસ કંપનીઓમાં ઑન બેંચ કર્મચારીઓને બિન-બાયબલ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે આ કર્મચારીઓને રાખવાનો ખર્ચ કંપનીએ પોતે ઉપાડવાનો હોય છે. તેનો ખર્ચ કોઈ ક્લાયંટથી મળેલ પ્રોજેક્ટથી નથી નિકળતો. સામાન્ય રીતે આઈટી સર્વિસ કંપનીઓમાં મોટી માત્રામાં રિઝર્વ ફોર્સના રૂપમાં ઑન બેંચ કર્મચારી રાખે છે જેનાથી તે કોઈ પ્રોજેક્ટને તત્કાલ પૂરો કરવા માટે તૈયાર રહે.

લાઈવ મિંટના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કર્ણાટક અને ચેન્નઈના સ્ટેટ આઈટી એમ્પલાઈઝ યૂનિયને આરોપ લગાવ્યો છે કે Cognizant પૂરા ભારતમાં આશરે 18,000 કર્મચારીઓને ઑન બેંચની ઘોષણા કરવાની બાદ મોટી સંખ્યામાં છટણી કરી રહી છે. લાઈવ મિંટ આ સંખ્યાની સ્વતંત્ર રૂપથી પુષ્ટિ નથી કરતુ.

કર્ણાટક સ્ટેટ IT/ITeS ઈમ્પ્લાઈઝ યૂનિયન (KITU) એ Cognizant ના મેનેજમેન્ટના આ નિર્ણયની આલોચના કરી છે. KITU એ પોતાના બયાનમાં કહ્યુ છે કે વર્ક ફોર્સના પ્રભાવી રૂપથી મેનેજ કરવાના નામ પર Cognizant દ્વારા મોટી માત્રામાં કર્મચારીઓની છટણી કરવાના સમાચાર આવી રહ્યા છે. સમગ્ર દેશમાં કંપનીના હજારો કર્મચારી તેનો શિકાર બનવા જઈ રહ્યા છે. ઘણા કર્મચારીઓએ KITU માં પોતાની ફરીયાદ દર્જ કરાવી છે. યૂનિયને Cognizant ના મેન્જમેન્ટના આ નિર્ણયની સામે કાનૂની લડાઈ પણ શરૂ કરી દીધી છે.

ચેન્નઈ સ્થિત બીજી આઈટી કર્મચારી અને સંગઠન The New Democratic Labour Front (NDLF) એ પણ આરોપ લગાવ્યો છે કે Cognizant તેની ચેન્નઈની ઑફિસમાં કર્મચારીઓને ઓન બેંચ જાહેર કરી રહી છે અને ત્યારબાદ 41 દિવસ પછી રાજીનામું આપવા ફોર્સ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે TCS ના બાદ Cognizant બીજી આવી IT કંપની છે કે જે ભારતમાં 2 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. તેની વૈશ્વિક તાકાત લગભગ 2.9 લાખ છે, જેની મોટાભાગની ચેન્નઈ ઑફિસમાં કાર્યરત છે.

બીજી તરફ, Cognizant પ્રવક્તાએ કહ્યું છે કે કંપનીમાં કોઈપણ છટણી કામગીરીના આધારે કરવામાં આવી છે. તમામ આઇટી કંપનીઓમાં પર્ફોમન્સ મેનેજમેન્ટ એ સામાન્ય પ્રથા છે, જે હેઠળ છટણી કરવામાં આવે છે. Cognizant પણ તેનો અપવાદ નથી. Cognizant પ્રવક્તાએ વધુમાં જણાવ્યું છે કે કંપની બજારની અટકળો અને અફવાઓ અંગે કોઈ ટિપ્પણી કરતી નથી. પરંતુ અમે અહીં સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે તૃતીય પક્ષ દ્વારા લગાવવામાં આવેલી રીટ્રીંમેન્ટના આરોપો ખોટા અને પાયાવિહોણા છે. Cognizant દ્વારા આવી કોઈ ઘોષણા કરવામાં આવી નથી.