બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

ભારતમાં ઇઝરાઇલના લોકો પર હુમલો કરવાનું કાવતરું, NIAએ કર્યું નિષ્ફળ

ના રોજ પ્રકાશિત Sat, 19, 2020 પર 15:41  |  સ્ત્રોત : CNBC-Bajar

NIAએ એક મોટી આતંકવાદી કાવતરું નિષ્ફળ કરી દીધું છે. આતંકવાદી સંગઠન અલ કાયદાએ ભારતમાં રહેતા ઇઝરાયલના લોકો પર હુમલો કરવાનું કાવતરું ઘડી હતી, જે તે સમયે NIAની ટીમે નિષ્ફળ કરી હતી. ગુપ્તચર સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અલ કાયદા અને ISISએ મળીને આ હુમલો કરવાનું કાવતરું ઘડી હતી. દિલ્હી અને NCR વિસ્તારમાં 18 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર વચ્ચે અમલ કરવાની યોજના બનાવવામાં આવી હતી. NIAએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના એર્નાકુલમથી અલ ફાયદાના મૉડ્યૂલનું પર્દાફાશ કરતા થયા 9 આતંકવાદીઓની ધરપકડ કરી હતી, NIAની ટીમએ ગુપ્ત જાણકારી મળ્યા બાદ મુર્શિદાબાદ અને કેરળના અરણાકુલમના અનેક વિસ્તારોમાં એક દરોડા પાડ્યા હતા, જેમાં મુરશીદાબાદથી 6 આંતકી અને એર્નાકુલમથી 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.


સમાચાર છે કે આ આતંકીઓ પાકિસ્તાનમાં સાધી કેટલાક આતંકીઓ સંપર્કમાં હતા અને કાશ્મીરમાં હથિયારની સપ્લાય કરવા જઇ રહ્યા હતા. ધરપકડ કરાએલા તમામ આતંકીઓ બંગાળના રહેવાશી છે, જેના નેતા મુર્શીદ હસનને આતંકવાદી ગણાવ્યા છે. અલ કાયદાના આ આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને જેહાદને લગતા પુસ્તકો મળી આવ્યા છે.


બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરક્ષા દળોએ એક સર્ચ ઓપરેશન બાદ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે રાજૌરી શહેર નજીકથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આતંકીઓ લશ્કરના છે અને કાશ્મીરના રહેવાસી છે અને થોડા દિવસો પહેલા રાજૌરીમાં આવીને રોકાયા હતા. સૂત્રોનું કહે છે કે ડ્રોન દ્વારા રાજૌરીમાં હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા જે આતંકવાદીઓ પાસેથી મળી આવ્યા છે. સુરક્ષા દળને મોડી રાત્રે ગુપ્તચર એજન્સીઓની માહિતી મળી હતી ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.