બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

Coronavirus impact: ભારતમાં ઑટો વેચાણમાં તેમની ટોચ પર પહોંચવામાં લાગશે 3-4 વર્ષ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2020 પર 15:25  |  સ્ત્રોત : Moneycontrol.com

સિયામ (SIAM)એ 15 જુલાઈએ કહ્યું હતું કે ભારતમાં ઓટો કંપનીઓના વેચાણને તેમના 2018 ના ટાચ સ્તર પર પાછા આવવામાં ઓછામાં ઓછા 3 થી 4 વર્ષનો સમય લાગશે. આનું કારણ એ છે કે કોરોના વાયરસ રોગચાળાએ પહેલેથી જ મંદીમાંથી પસાર થતી ઓટો સેક્ટરની સ્થિતિને વધુ ખરાબ કરી છે.


સિયામના આંકડા મુજબ, 1 એપ્રિલથી શરૂ થયા નાણાકિય વર્ષમાં દેશમાં કાર, એસયુવી, મોટરસાયકલો અને ટ્રકોનું વેચાણ છેલ્લા વર્ષની તુલનામાં લગભગ 75 ટકા ઘટીને 15 લાખ યુનિટ્સ પર આવી ગઇ છે.


જણાવી દઇએ કે નાણાકીય વર્ષ 2018-19માં જ્યારે ઓટો વેચાણ ટોચ પર હતું, ત્યારે 2.6 કરોડ વાહનોનું વેચાણ નોંધાયું હતું.


સિયામના પ્રેસિડેન્ટ રાજન વઠેરા (Rajan Wadhera)એ રિપોર્ટરો સાથે વાત કરતા કહ્યું છે કે ઓટો સેક્ટર પર કોરોના ખૂબ ખરાબ માર પડવાની છે. તેમણે કહ્યું કે અમને નથી લાગતું કે અમે 3-4 વર્ષ પહેલા 2018 ના ઉચ્ચ સ્તર પર પાછા પહોંતી શકશું.


નોંધપાત્ર વાત એ છે કે કોરોના વાયરસ સામેની લડતમાં ભારતમાં માર્ચના છેલ્લા સપ્તાહથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જેના કારણે ઓટો કંપનીઓએ તેનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. જો કે, લૉકડાઉનમાં ધીરે-ધીરે નરમી સાથે, ઑટો કંપનીઓમાં કેટલાક પ્રતિબંધો સાથે ઉત્પાદન ફરી શરૂ થયું છે. તેમ છતાં ઑટો સેક્રટરનો પ્લાન્ટ યૂટિલાઇઝેશન 20 થી 30 ટકાના નીચા સ્તર પર છે.


રાજન વઠેરાએ આગળ કહ્યું છે કે, આ મહિના સુધી ઑટો કંપનીઓના પ્લાન્ટ યુટિલાઇઝેશન 40 ટકાના સ્ટર પર આવી જાશે પરંતુ સપ્લાઇ ચેન હજી સુધી વિક્ષેપિત અને એના ઉપરાંત કેટલાક શહેરોમાં કોરાના વાયરસના વધતા મામલાને કારણે ફરિથી લોકડાઉન લગાવામાં આવ્યો છે


નોંધપાત્ર રીતે કર્ણાટકમાં સ્થિત ટોયોટા મોટર્સના કાર પ્લાન્ટમાં કેટલાક કામદારો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળતાં પ્લાન્ટને મંગળવારથી લોકડાઉનમાં મૂકવામાં આવ્યો છે.


રાજન વઢેરાએ વધુમાં કહ્યું છે કે કારની માંગમાં થોડો વધારો જોવા મલી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી સારી રીતે ઝડપ નથી પકડતી ત્યાર સુધી સરકાર માંગને વધારવા માટે કોઈ પગલું નહીં ભરશે. સિયામ સરકારને ઓટો વેચાણ પરનો ટેક્સ ઘટાડવાની અને જૂના વાહનોના ભંગાર પર પ્રોત્સાહન આપવા માંગ કરી રહી છે.