Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે હલચલ જોવા મળી, જાણો ટૉપ-10 કરન્સીના લેટેસ્ટ રેટ - crypto price there was movement in the crypto market today know the latest rates of top-10 currencies | Moneycontrol Gujarati
Get App

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે હલચલ જોવા મળી, જાણો ટૉપ-10 કરન્સીના લેટેસ્ટ રેટ

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે હલચલ જોવા મળી છે. માર્કેટ કેપના હિસાબથી ટૉપ-10 ક્રિપ્ટોમાં માત્ર એક ક્રિપ્ટો ટેથર (Tether) રેડ ઝોનમાં છે અને તે પણ લગભગ ફ્લેટ છે. સૌથી સારી તેજી આજે કાર્ડનોમાં જોવા મળી રહી છે અને તેમાં 4 ટકાથી વધુનો વધારો થયો છે. સૌથી મોટા ક્રિપ્ટો બિટકૉઈન (bitcoin)માં તેજી છે પરંતુ માર્કેટ શેર લપસી ગયો છે.

અપડેટેડ 11:56:06 AM Jan 05, 2023 પર
Story continues below Advertisement

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે (4 જાન્યુઆરી) હલચલ જોવા મળી છે. માર્કેટ કેપના હિસાબથી ટૉપ-10 ક્રિપ્ટોમાં માત્ર એક ક્રિપ્ટો ટેથર (Tether) રેડ ઝોનમાં છે અને તે પણ લગભગ ફ્લેટ છે. સૌથી સારી તેજી આજે કાર્ડનોમાં જોવા મળી રહી છે અને તેમાં 4 ટકાથી વધુનો વધારો થયો છે. સૌથી મોટા ક્રિપ્ટો બિટકૉઈન (Bitcoin)માં તેજી છે પરંતુ માર્કેટ શેર લપસી ગયો છે. હવે તે 0.57 ટરાની તેજી સાથે 16,848.1 ડૉલર (13.94 લાખ રૂપિયા)ના ભાવ (Bitcoin Price)માં મળી રહ્યા છે. જ્યારે બીજો સૌથી મોટો ક્રિપ્ટો ઈથેરિયમ (Ethereum)માં મામૂલી અઢી ટકા મજબૂત થયો છે. પૂરા ક્રિપ્ટો માર્કેટની વાત કરે તો છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક માર્કેટ કેપમાં 1.23 ટકાની તેજી આવી છે અને તે 81.90 હજાર કરોડ ડૉલર (67.80 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ છે.

વીલકી માત્ર બે ક્રિપ્ટો રેડ ઝોનમાં

માર્કેટ કેપના હિસાબથી ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીમાં માત્ર બે ભાવ રેડ ઝોનમાં છે જેમાંથી એક્સઆરપી (XRP)માં ઝડપી ઘટાડો આવ્યો છે. સાત દિવસોમાં આ બે ટકાથી વધારે ઘટ્યો છે. જ્યારે ટેથર (tether) રેડ ઝોનમાં ચે પરંતુ લગભગ ફ્લેટ ભાવ પર છે. સાત દિવસેમાં સૌથી વધારે મજબૂત કાર્ડાનો (Cardano) થયો છે અને તેના ભાવ 5 ટકાથી વધારે વધ્યો છે. ટૉપના બે ક્રિપ્ટોની વાત કરે તો એક સપ્તાહમાં બિટકૉઈન એક ટકા મજબૂત થયો છે તો ઈથેરિયમમાં 4 ટકાથી વધુ વધ્યો છે.

ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીઝમાં વલણ

ક્રિપ્ટો

હાલના ભાવ

24 કલાકમાં ઉતાર-ચઢાવ

બિટકોઈન (Bitcoin) 16,848.01 ડોલર 0.57 ટકા
એથેરિયમ (Ethereum) 1,249.25 ડોલર 2.55 ટકા
ટેથર (Tether) 0.9998 ડોલર (-)0.01 ટકા
બીએનબી (BNB) 285.54 ડોલર 3.43 ટકા
યૂએસડી કૉઇન (USD Coin) 1.0 ડૉલર 0.00 ટકા
એક્સઆરપી (XRP) 0.3501 ડોલર 0.91 ટકા
બિનાંસે યુએસડી (Binance USD) 1.00 ડોલર 0.00 ટકા
ડૉજકૉઈન (Dogecoin) 0.0722 ડોલર 0.49 ટકા
કાર્ડાનો (Cardano) 0.2652 ડોલર 4.16 ટકા
પૉલીગૉન (Polygon) 0.8019 ડોલર 2.13 ટકા


સોર્સઃ કોઈનમાર્કેટ કેપ, ભાવ સમાચાર લખવાના સમયે

ક્રિપ્ટો કરન્સીના લેણ-દેણમાં તેજી

છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં લેણ-દેણમાં વધારો આવ્યો છે. કૉઈન માર્કેટ કેપ પર ઉપલબ્ધ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 3189 કરોડ ડોલર (2.64 લાખ કરોડ રુપિયા) ક્રિપ્ટોનો લેવા-દેવા થયો જે છેલ્લા દિવસની સરખામણીમાં 44.90 ટકા વધારે રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં Bitcoinની સ્થિતિ 0.27 ટકા મજબૂત થયો છે અને હવે ક્રિપ્ટો બજારમાં તેની 39.60 ટકાની હિસ્સેદારી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 04, 2023 4:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.