બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

Postpaid મોબાઈલ રાખવા વાળા ગ્રાહકોના પણ આવાના છે સારા દિવસ, ટેરિફ વૉરનું મળશે લાભ

ના રોજ પ્રકાશિત Fri, 25, 2020 પર 18:41  |  સ્ત્રોત : CNBC-Bajar

પોસ્ટપેડ મોબાઈલ ધરાવતા ગ્રાહકો સારા દિવસો લાવશે. રિલાયન્સ જિયો તેના પોસ્ટપેડ પ્લસ પ્લાનમાં નેટફ્લિક્સ જેવી OTT સર્વિસ ફ્રીમાં આપી રહી છે. નિષ્ણાંતો મુજબ, એરટેલ અને Vodafone-idea પણ જલ્દી જ નવા ટારિફ જારી કરી શકે છે. પોસ્ટપેડમાં ટેરિફ વારનો સીદો ફાયદો ગ્રાહકને થશે. રિલાયન્સ જિઓની ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી મોબાઇલ ગ્રાહકો માટે ખૂબ ફાયદાકારક રહી છે, 250 રૂપિયા પ્રતિ જીબી ડેટાનો ઉપયોગ કરનારા ગ્રાહકો હવે રૂપિયા 8-10 પ્રતિ જીબી ડેટાનો ઉપયોગ કરે છે.


Jioએ 5 નવા પોસ્ટપેડ પ્લાન બજારમાં લોન્ચ કર્યા છે. આ પ્લાનની અંદર નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર, જિઓ ટીવી જેવી ઓટીટી OTT એપ્સ સબ્સ્ક્રિપ્શન મુફ્ત મળશે. સાતે જ ગ્રાહકોને ઇન ફ્લાઇટ કનેક્ટિવિટી, ઇન્ટરનેશનલ રોમિંગ, અનલિમિટેડ વૉઇસ કૉલ્સ અને 200GB ડેટા રોલ ઓવર જેવી સુવિધા પણ મળશે. નિષ્ણાતો માને છે કે અન્ય ટેલીકૉમ પણ જલ્દી જ મેચિંગ પ્લાન લાવી શકે છે.


હમણાં એરટેલનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન રૂપિયા 499 નું છે, તેમાં કંપની 70 જીબી ડેટા આપે છે જ્યારે Vodafone-ideaનો સૌથી સસ્તો પ્લાન રૂપિયા 399 છે, તેમાં કંપની 40 જીબી ડેટા આપે છે પરંતુ બન્ને પાસે નેટફ્લિક્સ અને હૉટસ્ટાર જેવા સબ્સ્ક્રિપ્શન ફ્રી માં નથી પરંતુ કંપનીઓ જલ્દીથી નવી પ્લાન લૉન્ચ કરી શકે છે.


ભારતમાં 100 કરોડમાંથી માત્ર 5 કરોડ લોકો પોસ્ટપેડ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે, એટલે કે આ ગ્રાહકોની સ્ખ્યા માત્ર 5 ટકા છે પરંતુ પ્રીપેડના મુકાબલે તેમના દ્વારા મેળવા વાળી એવરેજ રિવેન્યૂ પર યૂઝર 3 ગણુ વધારે હોય છે. તેથી નાની સંખ્યા છતાં પોસ્ટપેડ ગ્રાહકો કંપનીના અસેટ માની શકાય છે. કોઈ પણ કંપની તેમને ગુમાવવા નહીં માંગશે અને ગ્રાહકો માટે વધુ સારી પ્લાન લાવશે.