બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

FY21માં સારા પરિણામ હોવા છતાં આ સ્ટૉક હજી પણ તેમના 52 વીક હાઇથી ઓછામાં ઓછા 20% દૂર, શું છે તમારી પાસે

આ વિશ્લેષણમાં ફક્ત તે જ સ્ટૉકને સામેલ કરવામાં આવ્યા છે જેમની માર્કેટ કેપ 1000 કરોડ રૂપિયા છે.
ના રોજ પ્રકાશિત Fri, 18, 2021 પર 15:04  |  સ્ત્રોત : Moneycontrol.com

બેંચ માર્ક ઇન્ડેક્સ તેમની ઑલ ટાઇમ હાઇની નજીક જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બજારના દિગ્ગજોનો અભિપ્રય છે કે રોકાણકારોએ ફક્ત પસંદ કરેલા ક્વાલિટી શેરો પર જ દાવા લગાવામાં આવ્યો છે. તમારા માટે સારા સ્ટૉક્સ પસંદ કરવાના પ્રયત્નોમાં મનીકોન્ટ્રોલએ એવી કંપનીઓનું વિશ્લેષણ કર્યું છે કે જેઓએ FY21 ના ​​દરેક ક્વાર્ટરમાં 10 ટકાનો પ્રોફીટ માર્જિન મેળવ્યો છે અને વર્ષના આધાર પર તેના ક્વાર્ટર સેલ્સ ગ્રોથ પોઝિટીવ રહી છે. આ વિશ્લેષણમાં અમે ફક્ત તે જ સ્ટૉકને સામેલ કર્યો છે, જેની માર્કેટ કેપ 1000 કરોડ રૂપિયા છે અને તેઓ 52 વીક હાઇથી 20 ટકાથી વધુ ગુમાવ્યો છે. BSEમાં સામેલ 5 શેરો આ ધોરણોને પૂર્ણ કરે છે.


આવો નાખો એના પર એક નજર


Aarti Drugs| આ ફાર્મા અને ડ્રગ કંપનીએ 8 ઑક્ટોબર 2020 પ્રાપ્ત કરેલા તેના 1025 રૂપિયાના 52 વીક હાઇથી 16 જૂન 2021 ના 736.75 રૂપિયાના સ્તર પર 28 ટકાના ઘટાડો જોવા મળ્યો છે. જૂન 2020 ના ક્વાર્ટરમાં તેનો પ્રોફીટ માર્જિન 5.69 ટકા હતો. જ્યારે સપ્ટેમ્બર 2020 ના ક્વાર્ટરમાં તે 13.02 ટકા હતો. ડિસેમ્બર 2020 ના ક્વાર્ટરમાં તે 12.8 ટકા હતો. જ્યારે માર્ચ 2020 ના ક્વાર્ટરમાં કંપનીનો પ્રોફીટ માર્જિન 10.29 ટકા હતો.


Indiamart Intermesh| આ ઈ-કૉમર્સ કંપની 5 ફેબ્રુઆરી 2021 પ્રાપ્ત થયેલા તેના 9951.95 રૂપિયાના 52 વીક હાઇથી 16 જૂન 2021ના 7290.80 રૂપિયાના સ્તર સુધી 27 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જૂન 2020 ના ક્વાર્ટરમાં તેનો પ્રોફીટ માર્જિન 48.66 ટકા હતો. જ્યારે સપ્ટેમ્બર 2020 ના ક્વાર્ટરમાં તે 42.89 ટકા હતો. ડિસેમ્બર 2020 ના ક્વાર્ટરમાં તે 46.49 ટકા હતો. જ્યારે માર્ચ 2020 ના ક્વાર્ટરમાં કંપનીનો પ્રોફીટ માર્જિન 31.89 ટકા હતો.


Granules India| આ ફાર્મા અને ડ્રગ કંપનીએ 1 ડિસેમ્બર 2020 પ્રાપ્ત થયેલા તેના 438.00 રૂપિયાના 52 વીક હાઇથી 16 જૂન 2021ના 323.70 રૂપિયાના સ્તર સુધી 26 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જૂન 2020 ના ક્વાર્ટરમાં તેનો પ્રોફીટ માર્જિન 15.15 ટકા હતો. જ્યારે સપ્ટેમ્બર 2020 ના ક્વાર્ટરમાં તે 19.07 ટકા હતો. ડિસેમ્બર 2020 ના ક્વાર્ટરમાં તે 17.38 ટકા હતો. જ્યારે માર્ચ 2020 ના ક્વાર્ટરમાં કંપનીનો પ્રોફીટ માર્જિન 15.96 ટકા હતો.


Share India Securities| આ સ્ટોક બ્રોકિંગ કંપની 31 મી મે 2021 પ્રાપ્ત થયેલા તેના 600 રૂપિયાના 52 વીક હાઇથી 16 જૂન 2021ના 450.15 રૂપિયાના સ્તર સુધી 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જૂન 2020 ના ક્વાર્ટરમાં તેનો પ્રોફીટ માર્જિન 14.63 ટકા હતો. જ્યારે સપ્ટેમ્બર 2020 ના ક્વાર્ટરમાં તે 13.74 ટકા હતો. ડિસેમ્બર 2020 ના ક્વાર્ટરમાં તે 15.87 ટકા હતો. જ્યારે માર્ચ 2020 ના ક્વાર્ટરમાં કંપનીનો પ્રોફીટ માર્જિન 18.71 ટકા હતો.


Tanla Platforms| આ આઇટી સૉફ્ટવેર કંપની તેના 3 માર્ચ 2021ને પ્રાપ્ત થયેલા તેના 1030 રૂપિયાના 52 વીક હાઇથી 16 જૂન 2021ના 803.25 રૂપિયાના સ્તર સુધી 22 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જૂન 2020 ના ક્વાર્ટરમાં તેનો પ્રોફીટ માર્જિન 17.26 ટકા હતો. જ્યારે સપ્ટેમ્બર 2020 ના ક્વાર્ટરમાં તે 13.97 ટકા હતો. ડિસેમ્બર 2020 ના ક્વાર્ટરમાં તે 14.30 ટકા હતો. જ્યારે માર્ચ 2020 ના ક્વાર્ટરમાં કંપનીનો પ્રોફીટ માર્જિન 15.81 ટકા હતો.