બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

EPFOના સબ્સક્રાઇહર્સમાં જબરદસ્ત વધારો, જુલાઈમાં જોડાયા 8.45 લાખ

ના રોજ પ્રકાશિત Mon, 21, 2020 પર 11:14  |  સ્ત્રોત : Moneycontrol.com

કોરોના વાયરસ લૉકડાઉન સાથે, જ્યાં રોજગાર પર સંકટના વદળ ઘેરાવા લાગ્યા છે, અનલૉક પ્રક્રિયા શરૂ થતાં જ રોજગારના મામલામાં સારા સંકેતો શરૂ થઈ ગયા છે. હાલમાં જારી થયેલા પે-રોલ ડેટા (PayRoll Data)ના અનુમાન, EPFOથી જુલાઈમાં જોડાનારા ગ્રાહકો વધીને 8.45 લાખ પર પહોંચી ગયા છે. જ્યારે જૂન 2020 માં આ આંકડો 4.82 લાખ હતો. રવિવારે જાહેર કરાયેલા આ આંકડાથી આ ખાબર પડે છે કે સંગઠિત ક્ષેત્રમાં રોજગારની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.


EPFO દ્વારા ગયા મહિને જારી કરાયેલ પ્રોવિઝનલ પેરોલ ડેટા (Provisional Payroll Data)માં જણાવ્યું હતું કે આ જૂનમાં 6.55 લાખ નવા અનરોલમેન્ટ થયા છે. હવે આ ડેટામાં કરેક્શન કરીને 4,82,352 કરવામાં આવ્યા છે. મે મહિનામાં જારી કરાયેલા આંકડા મુજબ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees Provident Funds Organisation-EPFO)ની પાસે નેટ રજિસ્ટ્રેશન માર્ચ 2020માં ઘટીને 5.72 લાખ પર આવી ગઇ હતી, જે ફેબ્રુઆરીમાં 10.21 લાખ હતી.


રવિવારે જાહેર થયેલા નવા ડેટાથી ખબર પડી છે કે એપ્રિલમાં નેટ રજિસ્ટ્રેશન નેગેટિવ હતું અને એમાં 61,807નો ઘટાડો નોંધણી કરી હતી. જ્યારે ઓગસ્ટમાં તે 20,164 હતું. આનો અર્થ એ થયો કે EPFO સબ્સ્ક્રાઇબર્સની બહાર નીકળનારા લોકોની સંખ્યા આ યોજનામાં શામિલ થવા અથવા ફરી જોડાનારા લોકો કરતા વધારે હતી. એના પહેલા જુલાઈમાં કામચલાઉ આંકડા મુજબ એપ્રિલમાં નેટ એક લાખ નવા રજિસ્ટ્રેશનની વાત થઈ હતી. તેના પછી ઓગસ્ટ મહિનામાં કરેક્શન કરીને 20,164 ફરી આપવામાં આવ્યા છે. EPFOમાં દર મહિને સરેરાશ 7 લાખ લોકોની રજિસ્ટ્રેશન કરે છે. તાજા પેરોલ ડેટા મુજબ, નાણાંકીય વર્ષ 2019-20માં નેટ નવા ગ્રાહકોની સંખ્યા વધીને 78.58 લાખ થઈ છે જે એના પહેલા નાણાકીય વર્ષમાં 61.12 લાખ હતી.