બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

એક્સપર્ટને આશિષ કચોલિયાના ઇનવેસ્ટમેન્ટ વાળા આ સ્ટૉકમાં 40 ટકા સુધી તેજીની આશા

Gateway Distriparksના સ્ટૉકે છેલ્લા એક વર્ષમાં 180 ટકાથી વધુનો રિટર્ન આપ્યું છે.
ના રોજ પ્રકાશિત Fri, 22, 2021 પર 17:19  |  સ્ત્રોત : Moneycontrol.com

લૉજિસ્ટિક્સ કંપની Gateway Distriparksના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 1271 ટકા વધ્યા બાદ કંપનીનો સ્ટૉક 4.5 ટકા વધ્યો છે. કંપનીનો નફો 3.42 કરોડ રૂપિયાથી વધીને 46.91 કરોડ રૂપિયા થયો છે. તેના સેલ્સમાં 27.89 ટકાનો વધારો થયો છે.


Gateway Distriparks કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન, ઇનલેન્ડ કન્ટેનર ડેપો, કોલ્ડ ચેઇન સ્ટોરેજ અને લૉજિસ્ટિક્સ સાથે જોડાયેલ છે. તે લૉજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર સ્નોમેન લૉજિસ્ટિક્સની મુખ્ય કંપની છે.


સ્ટૉક માર્કેટના લોકપ્રિય ઇનવેસ્ટમેન્ટમાં સામેલ આશિષ કાચોલિયાએ કંપનીમાં લગભગ 1.54 ટકાનો નવો હિસ્સો ખરીદ્યો છે. તેની પાસે હવે કંપનીમાં 19,17,606 શેર છે.


Gateway Distriparksના સ્ટૉકે છેલ્લા એક વર્ષમાં 180 ટકાથી વધુનો રિટર્ન આપ્યું છે. આ વર્ષે અત્યાર સુધી તેનું રિટર્ન લગભગ 110 ટકા રહ્યું છે.


બ્રોકરેજ કંપનીઓ આ સ્ટૉકમાં 30 ટકા સુધી તેજી આવવાની આશા છે. કંપનીનો પ્રોફિટ વધારવાને કારણે તેને 347 રૂપિયાના ટારગેટ પ્રાઇસની સાથે બાય રેટિંગ આપવામાં આવ્યું છે.


કંપનીનું કહેવું છે કે તે આગામી મહિનાઓમાં ગ્રોથ જાળવી રાખવાની અપેક્ષા રાખે છે. તેનું વૉલ્યુમ મહામારી પહેલાના લેવલ પર પહોંચી ગયું છે.


બ્રોકરેજ ફર્મ શેરખાને કહ્યું કે કંપનીના એક્સપર્ટ અને ઇમ્પોર્ટમાં વધારાથી ફાયદો મળશે. નેશનલ લૉજિસ્ટિક્સ પૉલિસી લાગૂ થયા બાદ તેની કેપેસિટી વધારવાની પણ યોજના છે.