બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

ડિજિટલ પ્લેટફોર્મ્સ પર વધતી નિર્ભારતાની સાથે જ વધી નાણાકીય છેતરપિંડી: NSA Ajit Doval

ના રોજ પ્રકાશિત Sat, 19, 2020 પર 15:28  |  સ્ત્રોત : Moneycontrol.com

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Adviser (NSA) અજિત ડોવલ (Ajit Doval)એ નાણાકીય છેતરપિંડીના કેસો પર મોટું નિવેદન આપ્યું છે. એજીત ડોવલે કહ્યું કે દેશમાં ઑનલાઇન પેમેન્ટ પ્લેટફૉર્મ્સ પર ઝડપથી વધી રહી નિર્ભરતાને કારણે નાણાકીય છેતરપિંડીના કેસમાં વધુ વધારો કરશે. ડોભાલએ વધુમાં કહ્યું કે એના પર સંપૂર્ણ રીતે નિર્ભરતાથી આવતા સમયમાં નાણાકિય છેતરપિંડીના કેસમાં વધારો જોવા મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ અને સુરક્ષા પર જાણકારીના અભાવને કારણે સાયબર ક્રાઇમમાં 500 ટકાનો વધારો જોવા મળ્યો છે.


સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર, અજિત ડોભાલે કહ્યું કે કોરોના યુગમાં ફાઇનેન્શિયલ ફ્રૉડના મામલા વધ્યા છે. આ બન્યું કારણ કે લોકો આ સમયગાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટનો વધુ ઉપયોગ કરે છે. ડોભાલે વધુમાં કહ્યું કે આ નિર્ભારતાથી આવતી સમયમાં છેતરપિંડીના વધુ કેસ આવી શકે છે.


કેરળ પોલીસ અને સોસાયટી ઑફ પોલિસીંગ ઑફ સાયબરસ્પેસ એન્ડ ઇન્ફર્મેશન સિક્યુરિટી અનુસંધાન સંધ દ્વારા આયોજિત સમ્મેલનમાં સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કહ્યું કે કેશ ટ્રાન્ઝેક્શન ઓછા થવાને કારણે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પર વધુ નિર્ભરતા વધી છે. આ સિવાય લોકો સોશ્યલ મીડિયા પર પણ વધુ સક્રિય રહે છે, જેના કારણે આર્થિક છેતરપિંડીના કેસમાં વધારો થયો છે.


અજિત ડોભાલે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં આપણે અમારું કામ મોટે ભાગે ઑનલાઇન કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં હેકર્સ પણ આને પોતાના માટે એક તક તરીકે જોઈ રહ્યા છે. અમે સાયબર ગુના પર જાગૃતા અને જામકારીના અભાવને કારણે આપણે સાયબર ગુનાઓમાં 500 ટકાનો વધારો જોયો છે.


અજીત ડોવલે ઑનલાઇન હોવા છતાં સાવચેત રહેવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સાયબર સિક્યુરિટી પોલિસી 2020 લઈને બહાર આવી છે, જેમાં ભારતની સમૃદ્ધિ માટે સલામત, વિશ્વસનીય, લચીલા અને જીવન્ત સાયબર સ્પેસને શામિલ કરવામાં આવ્યું છે.