બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

ચુનિંદા ઉત્પાદોના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહિત કરશે સરકાર, બજારમાં વધશે હિસ્સેદારી: ગડકરી

ના રોજ પ્રકાશિત Mon, 10, 2020 પર 18:42  |  સ્ત્રોત : Moneycontrol.com

આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે દેશમાં જોર-શોરથી કામ શરૂ થયું છે. હવે દરેક વસ્તુને દેશમાં બનાવવા માટે અગ્રતા આપવામાં આવી રહી છે. સોમવારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે ભારત સરકાર પસંદ કરેલા ઉત્પાદનોના મેન્યુફેક્ચરિંગ (Manufacturing)ને પ્રોત્સાહિત કરવાની યોજના બનાવી રહી છે. ખાસ કરીને તે સેક્ટરમાં જ્યા તીન ગ્લોબલ માર્કેટમાં આયાત ઘટાડે છે અને નિર્યાચ વધારે કરે છે.


લાઇવ મિન્ટે રોઇટર્સને હવાલાથી લખ્યું છે કે ગડકરીએ એક વર્ચુઅલ મીટિંગને સંબોધન કરતાં કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ ઓળખાયેલા સેક્ટરમાં વિદેશી રોકાણોને આકર્ષિત કરવું, જાઇન્ટ વેન્ચર્સને વધારવા માટે અને વૈશ્વિક માર્કેટમાં ભારતની હિસ્સેદારી વધારવા માટે સ્થાનિક વ્યવસાયોને સપોર્ટ કરવું છે. તેમણે કહ્યું કે આ સમયે ભારત માટે આ સમયે વધુ સારી તક છે જ્યાં વૈશ્વિક બજારમાં મોટો હિસ્સો છે.


છેલ્લા કેટલાક મહિનામાં, સરકારે ચાઇનીઝ ઉત્પાદનોના આયાત પર પ્રતિબંધ મૂકતા, ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ડિવાઇસેસ અને દવા ઉત્પાદનો (Pharmaceutical products)ના મેન્યુફેક્ચરિગ માટે પ્રોડક્શન લિન્ક્ડ પ્રોત્સાહનોની જાહેરાત કરી છે.


ગડકરીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડિફેન્સ મિનિસ્ટ્રીએ 101 આઈટમોની લિસ્ટ તૈયાર કરવા પર રોક લગાવાની વાત કરી છે. આ ડિફેન્સમાં આત્મનિર્ભરતાના દિશામાં એક મોટું પગલું છે. સરકારના પગલાથી ભારતીય defence manufacturingને મોટો વધારો મળ્યો છે. ડિફેન્સ મિનિસ્ટ્રીએ સેના (army), વાયુ સેના (Air force), નૌ સેના (Navy) DRDO, ડિફેન્સ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ-ડીપીએસયુ (Defence Public Sector Undertakings-DPSUs), ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (Ordnance Factory Board-OFB)- અને પ્રાઇવેટ ઉદ્યોગનો સમાવેશ તમામ હોદ્દેદારો સાથે અનેક મીટિંગના બાદ લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. વર્ષ 2015 થી લઇને 2020 સુધીમાં તમામ લગભગ 260 યોજનાઓમાં, ત્રણેય સેનાએ લગભગ 3.5 લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપ્યા હતા. આવી સ્થિતિમાં, તેમણે અનુમાન કર્યું છે કે આવતા 6-7 વર્ષમાં ઘરેલું કંપનીઓને લાખ કરોડ રૂપિયા સુધીના કરાર આપવામાં આવશે.