બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

જુનમાં 8 કોર ઈંડસ્ટ્રીઝના ગ્રોથમાં દેખાણો 15% નો ઘટાડો

ના રોજ પ્રકાશિત Sat, 01, 2020 પર 14:13  |  સ્ત્રોત : Moneycontrol.com

જુનમાં 8 કોર ઈન્ડસ્ટ્રીઝ ગ્રોથમાં 15 ટકાનું કૉન્ટ્રેક્શન જોવાને મળ્યુ છે જ્યારે મે મહિનામાં આ આંકડો માઈનસ 22 ટકા હતો. જુનમાં કોલસા ક્ષેત્રનો વિકાસ માઇનસ 15.5% હતો. ક્રૂડ ઓઇલ આઉટપુટ ગ્રોથ પણ માઈનસ 6 ટકા પર આવી ગયો છે. સ્ટીલ આઉટપુટ ગ્રોથ માઈનસ 33.8 ટકા છે જ્યારે રિફાઇનરી આઉટપુટ ગ્રોથ માઇનસ 9 ટકા પર આવ્યો છે. જો કે, ફક્ત ખાતરના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. તે જ સમયે, એપ્રિલથી જૂન વચ્ચે, મુખ્ય ક્ષેત્રે સંકોચન દર 24.6 ટકા દર્શાવ્યો હતો.

જો તમે એપ્રિલથી જૂન સમયગાળા દરમિયાન 8 કોર ઈંડસ્ટ્રીઝના ડેટા પર નજર નાખો તો વાર્ષિક ધોરણે 8 કોર ઈંડસ્ટ્રી ગ્રોથ વર્ષના આધાર પર 3.4 ટકાથી ઘટીને માઈનસ 24.6 ટકા રહ્યો છે. તે જ સમયે, મહિના દર મહિના આધારે દર મહિના આધાર પર તે દર ગત મહીનાના માઇનસ 22 ટકાની તુલનામાં, માઇનસ 15 ટકા રહ્યો છે.

મહિનાના ધોરણે જુન મહિનામાં કોલસા ક્ષેત્રનો વિકાસ માઈનસ 14 ટકાની તુલનામાં માઇનસ 15.5 ટકા રહ્યો છે. જૂનમાં ઓઇલ સેક્ટર માઈનના 7 ટકાની તુલનામાં માઇનસ 6 ટકા હતું. જૂનના કુદરતી ગેસ ક્ષેત્રની વૃદ્ધિ મેના 16.8 ટકાની તુલનામાં માઇનસ 12 ટકા હતી. જૂનના રિફાઈનરી આઉટપુટ વૃદ્ધિ મેના માઇનસ 21 ટકાની તુલનામાં માઇનસ 8.9 ટકા હતી. જુનમાં ખાતરના ઉત્પાદનમાં વૃદ્ધિ દર મે મહિનામાં 7.5 ટકાની સામે 4.2 ટકા હતો. જુન મહિનામાં સ્ટીલનું ઉત્પાદન વૃદ્ધિ મે મહિનાના માઇનસ 43.1 ટકાની તુલનામાં માઈનસ 33.8 ટકા હતી. જૂન મહિનામાં સિમેન્ટનું ઉત્પાદન વૃદ્ધિ મેના માઇનસ 21.4 ટકાની તુલનામાં માઇનસ 6.9 ટકા રહી હતી. જૂનના વીજ ઉત્પાદનનું વૃદ્ધિ મેના માઇનસ 14.8 ટકાની તુલનામાં માઇનસ 11 ટકા હતું.