બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

Hot Stocks: એચડીએફસી સિક્યોરિટીઝની ત્રણ જોરદાર પિક્સ, શૉર્ટ-ટર્મમાં મળી શકે છે 19% સુધી રિટર્ન

નિફ્ટી સ્મૉલ કેપ ઈંડેક્સ માર્ચ 2020 ના બૉટમથી 2 ગણાથી વધારે ભાગી ચુક્યો છે.
ના રોજ પ્રકાશિત Tue, 15, 2021 પર 11:12  |  સ્ત્રોત : Moneycontrol.com

Vinay Rajani, HDFC Securities

14 જુનને નિફ્ટી 15,566 ના પોતાના પહેલાના સ્વિંગ લો કે ઊપર ટકી રહેવામાં કામયાબ રહ્યા. કાલે આ પોતાના નવા ઑલ ટાઈમ હાઈ પર બંધ થયા. બેન્ક નિફ્ટી ટેલી ચાર્ટ પર બુલિશ હૈમર કેંડલિસ્ટિક પેટર્નની સાથે બંધ થવામાં કામયાબ રહ્યા. તેના અપવર્ડ સ્લોપિંગ ટ્રેંડલાઈન પર સપોર્ટ છે જે 22 એપ્રિલ અને 14 મે 2021 ના ડેલી લો ની નજીક છે.

કાલના કારોબારમાં નિફ્ટી મિડકેપ અને સ્મૉલકેપ ઈંડેક્સ પણ પોતાના મહત્વના સપોર્ટથી ઊપર બંધ થવામાં કામયાબ રહ્યા. નિફ્ટી જલ્દી જ 16,000-16,200 ના લક્ષ્યને હાસિલ કરી શકે છે. નીચેની તરફ ક્લોઝિંગ બેસિસ પર તેના માટે 15,566 સપોર્ટ છે. જ્યારે બેન્ક નિફ્ટીમાં 34,374 ના સ્ટૉપલૉસની સાથે લૉન્ગ બની રહેવાની સલાહ રહેશે. બેન્ક નિફ્ટીમાં ઊપરની તરફ 35,810 અને 36,500 ના સ્તર જોવાને મળી શકે છે.

નોંઘનીય છે કે અત્યાર સુધી Bank, Auto અને Realty ઈંડેક્સે બજારની આ તેજીમાં ખુબ યોગદાન નથી. આવવા વાળા દિવસોમાં અમે તેમાં જોશ આવતુ દેખાય શકે છે. અત્યાર સુધી મજબૂતી દેખાય રહેલા સેક્ટરો માંથી પાવર, પીએસયૂ અને કેપિટલ ગુડ્ઝમાં આગળ પણ તેજી ચાલુ રહી શકે છે.

મિડકેપ સેગમેન્ટની વાત કરીએ તો તેમાં ઑટો એંસિલરી, મેટલ અને આઈટી સ્ટૉક્સને મીડિયમ અને શૉર્ટ ટર્મના નજરિયાથી રડાર પર રાખવુ જોઈએ. જો કે હજુ બુલ્સ બજારમાં પૂરી રીતથી હાવી દેખાય રહ્યુ છે. પરંતુ આપણે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે NSE500 માં સામેલ 94 ટકાથી વધારે સ્ટૉક પોતાના 200-DMA થી ઊપર પહોંચી ગયા છે. જો અમે ઈતિહાસના બુલ માર્કેટ રેલિઓ પર નજર કરીએ તો તેનાથી તે સંકેત મળે છે કે હવે અમે ઓવરબૉટ જોનથી રિવર્સલ જોવાને મળી શકે છે.

નિફ્ટી સ્મૉલ કેપ ઈંડેક્સ માર્ચ 2020 ના બૉટમથી 2 ગણાથી વધારે ભાગી ચુક્યા છે. તેને ધ્યાનમાં રાખીને અમે શેરોની ચૂંટણી ખુબ સાવધાનીની સાથે કરવી જોઈએ અને પર્યાપ્ત જોખમ પ્રબંધનની સાથે જ નવી પોઝીશન લેવી જોઈએ. ટ્રેડિંગ પોજીશનો પર ટ્રેલિંગ સ્ટૉપલૉસની સલાહ રહેશે.

વિનય રાજાણીની રોકાણની સલાહ

Oberoi Realty | LTP: Rs 657.60 | આ શેરમાં 780 રૂપિયાના લક્ષ્ય માટે, 600 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદીની સલાહ છે. આ સ્ટૉકમાં 2-3 સપ્તાહમાં 19% ની અપસાઈડ જોવાને મળી શકે છે.

Motilal Oswal Financial Services | LTP: Rs 799.95 | આ શેરમાં 940 રૂપિયાના લક્ષ્ય માટે, 720 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદીની સલાહ છે. આ સ્ટૉકમાં 2-3 સપ્તાહમાં 8% ની અપસાઈડ જોવાને મળી શકે છે.

Avenue Supermarts (D-Mart) | LTP: Rs 3,276.40 | આ શેરમાં 3799 રૂપિયાના લક્ષ્ય માટે, 3000 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદીની સલાહ છે. આ સ્ટૉકમાં 2-3 સપ્તાહમાં 16% ની અપસાઈડ જોવાને મળી શકે છે.